તો થોડી વાર માટે તો વિસ્તારમાં લોકો ગભરાઈ ગયા હતા અને દોડધામ મચી હતી. તો હુમલાખોરોએ પથ્થરો લઈ પોલીસને માર્યા હતા અને અપશબ્દો પણ બોલ્યા હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં 3 પૈકી 2 આરોપીઓ ઝડપાયા છે.
પોલીસની PCR વાન ઉપર અસામાજિક તત્વોનો લાકડી વડે હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ એક શખ્સને પકડવા માટે ત્યાં પહોંચી હતી અને અચાનક અન્ય શખ્સો આવી ગયા અને લાકડી વડે પોલીસ પર હુમલો કર્યો હતો અને તેમને ત્યાંથી ભગાડવા માટે પ્રયાસ કર્યો હતો, જોકે સ્થાનિકો વચ્ચે પડતા એક પોલીસકર્મી બચી ગયો હતો.
અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. હુમલાખોરોએ પોલીસની વાનમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ અન્ય પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
પોલીસ પર હુમલો થતા અન્ય પોલીસકર્મીઓમાં રોષ
તો પોલીસે બીજા દિવસનો સૂરજ ઉગે તે પહેલા જ 2 આરોપીની ધરપકડ કરી છે અને તેની પણ ટાંટિયાતોડ સર્વિસ કરી હોવાની વાત સામે આવી છે, સ્થાનિકોમાં પણ આવા અસામાજિક તત્વોને લઈ ભારે રોષ જોવા મળ્યો છે.
અંબાજી પોલીસ આવા લુખ્ખાઓને કાયદાનો પાઠ એવો ભણાવો કે કયારેય આવું કામ કે નહી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ હુમલાને લઈ શું કાર્યવાહી કરી છે તેની પર નજર રાખી રહ્યાં છે.
આ પણ વાંચો : Rajkot ના શાપર વેરાવળમાં થયેલ 2.50 કરોડની લૂંટનો કેસ, SP દ્વારા 8 ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ