Banaskantha Terror Case: બનાસકાંઠામાં આતંકી પ્રવૃત્તિઓના મામલે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા પાલનપુર તાલુકાના ભાગળ ગામે તપાસ તેજ કરવામાં આવી છે. આતંકી પ્રવૃત્તિઓ સાથે ભાગળ ગામના પાંચ લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે, જેમને ATS દ્વારા ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા.
Banaskantha ના પાલનપુરના ભાગળ ગામે ATSનું મોટું સર્ચ ઓપરેશન
તપાસના ભાગરૂપે ATSની ટીમે મુદ્દસીર અબ્દુલ્લા ગાજીવાલા અને અહેમદ અબ્દુલ્લા ગાજીવાલાના ઘરે આશરે 1 કલાક અને 15 મિનિટ સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા આઠ આતંકીઓ પૈકી અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા આ આખા નેટવર્કનો મુખ્ય લીડર હોવાનું મનાઈ રહ્યું છે.
ઇબ્રાહીમ ઘઘાના ઘરે ATSનું સર્ચ ઓપરેશન
તપાસનો દોર આગળ વધારતા, ATS હવે ઇબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘઘાના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઇબ્રાહીમ ઘઘા ઈબ્રાહીમ ગગાસીર અને અહેમદ ગાજીવાલાના મામા થાય છે . તપાસમાં સામે આવ્યું છે કે ઈબ્રાહીમ મોહમ્મદ ઘઘા 'જૈશ-એ-મોહમ્મદ' આતંકી સંગઠન સાથે સંકળાયેલો છે અને અગાઉ કાશ્મીરમાં આતંકી તાલીમ પણ મેળવી ચૂક્યો છે.
આતંકી નેટવર્કનો પર્દાફાશ કરવા આરોપીઓને સાથે લાવ્યા
ATS દ્વારા આ તમામ આરોપીઓને ઘટનાસ્થળે એટલે કે ભાગળ ગામે લાવવામાં આવ્યા છે, જેથી આતંકી પ્રવૃત્તિઓના નેટવર્ક અને કાવતરાના મૂળ સુધી પહોંચી શકાય.
આ પણ વાંચો: Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં રેડ એલર્ટ, શું તમારા જિલ્લામાં પડશે વરસાદ ?