Banaskantha : 10-10 સીટોથી થઈ હતી ટાઈ, આજે નક્કી થશે દાતા તાલુકા પંચાયતના કોણ બનશે રાજા
- Banaskantha ના દાંતામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી
- તાલુકા પંચાયત કચેરીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- દાંતા તાલુકા પંચાયતની ચૂંટણી આજે બનશે પ્રતિષ્ઠાનો જંગ
- પંચાયતની ચૂંટણીમાં ક્રોસ વોટિંગની ચર્ચાઓ તેજ
- કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર
Banaskantha : દાંતા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા આજે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ગઈકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને આજે પ્રમુખ પદ પર કોણ બિરાજશે તેનો નિર્ણય થશે. બંને પક્ષોએ પોતાના ઉમેદવારોની જીત માટે તૈયારીઓ દર્શાવી છે. ભાજપ તરફથી પ્રમુખ પદ માટે પિન્કીબેન ચૌધરીએ અને ઉપપ્રમુખ પદ માટે ભરત રાણાએ દાવેદારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી પ્રમુખ પદ માટે સલમાબેન સફુલ્લાહભાઈ ખરોડીયા અને ઉપપ્રમુખ પદ માટે રવીન્દ્રભાઈ સોલંકીએ ફોર્મ ભર્યા છે. તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન બને તેવી શક્યતાઓ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.
વડગામ પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં બબાલ
બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત હોલમાં ચૂંટણી પ્રક્રિયા થતી હતી ત્યાં જ કોંગ્રેસના સભ્યોએ કરી બબાલ. હાલમાં કોંગ્રેસના સભ્યો અને બહાર તેમના સમર્થકો કરી રહ્યા છે બબાલ તો કોંગ્રેસના 14 માંથી 13 ઉમેદવાર હાજર તો 1 અપક્ષ અને ભાજપના 13 ઉમેદવાર હાજર છે.
ડીસા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
તો ડીસા તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પૂર્ણ કરવામાં આવી છે. પ્રમુખ તરીકે ઉષાબેન શ્રવણકુમાર ડાભીની વરણી તો ઉપપ્રમુખ તરીકે મંજુલાબા સ્વરૂપસિંહ વાઘેલાની પસંદગી કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે સવજીભાઈ ગાલવાડીયાની વરણી તો પક્ષના નેતા તરીકે હિતેષકુમાર અમરતલાલ દેસાઈ નિયુકત થયા છે. દંડક તરીકે નરેશકુમાર કસ્તુરજી શાંખલાની પસંદગી તો ડીસા તાલુકા પંચાયત ખાતે વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
વડગામ તાલુકા પંચાયતમાં ભાજપે મેદાન માર્યું
વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના એક ઉમેદવાર ગેરહાજર રહ્યા તો અપક્ષે ભાજપને સમર્થન આપતાં સત્તા ભાજપના હાથમાં આવી છે. વડગામ તાલુકા પંચાયતમાં 14 કોંગ્રેસ 13 ભાજપને 1 અપક્ષ એમ બેઠકો હતી. વડગામ તાલુકા પંચાયતમાં અનુબેન ઉપલાણા પ્રમુખ તરીકે ચૂંટાયા.
આ પણ વાંચો : Namo Van Morbi :37 દિવસ, 10 લાખ વૃક્ષો અને એક સંકલ્પ


