Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha થી કચ્છ સુધી પોલીસની નવી રેન્જનું માળખું જાહેર, બનાસકાંઠા રેન્જમાં બનાસકાંઠા, વાવ થરાદ અને પાટણ જિલ્લો રહેશે

Banaskantha : ગુજરાતના ગૃહ વિભાગે બોર્ડર રેન્જનું વિભાજન કર્યુ છે અને નવી બનાસકાંઠા રેન્જ બનાવાઇ છે. જેમાં મોરબી જિલ્લાને બોર્ડર રેન્જમાં મૂકવાનો આવ્યો છે. બનાસકાંઠા રેન્જમાં બનાસકાંઠા, વાવ થરાદ અને પાટણ જિલ્લો રહેશે, બોર્ડર રેન્જમાં પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. રાજકોટ રેન્જમાં રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા, અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
banaskantha થી કચ્છ સુધી પોલીસની નવી રેન્જનું માળખું જાહેર  બનાસકાંઠા રેન્જમાં બનાસકાંઠા  વાવ થરાદ અને પાટણ જિલ્લો રહેશે
Advertisement

Banaskantha : રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં નવી રેન્જ બનાવાઈ તેમાં કચ્છ રેન્જમાંથી બનાસકાંઠા જિલ્લાને અપગ્રેડ કરી રેન્જ તરીકે અપગ્રેડ કરવામાં આવ્યો છે.બનાસકાંઠા રેન્જમાં બનાસકાંઠા ઉપરાંત પાટણ અને વાવ-થરાદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.રેન્જ આઈ.જી.તરીકે પરીક્ષિતા રાઠોડને નિમણુક આપવામાં આવી છે.

Banaskantha રેન્જના પ્રથમ આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડ

બનાસકાંઠા જિલ્લાના વહીવટી વિભાજન બાદ નવી રચાયેલી બનાસકાંઠા રેન્જના પ્રથમ રેન્જ આઈજી (ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ) તરીકે પરીક્ષિતા રાઠોડે કાર્યભાર સંભાળી લીધો છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન પછી આ પ્રથમ વખત છે કે બનાસકાંઠા રેન્જ અસ્તિત્વમાં આવી છે અને તેના પ્રથમ રેન્જ આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વિભાગમાં જનસંખ્યાના પ્રમાણમાં મહેકમ વધારવાની સાથે સાથે રેન્જનુ વિભાજન કરવામાં આવ્યુ છે.

Advertisement

સ્થાનિકોને 500 કિ.મી.દૂર સુધી લાંબા અંતરે જવુ પડતુ હતુ

બનાસકાંઠા જિલ્લાને કચ્છ બોર્ડર રેન્જમાંથી અલગ કરીને બનાસકાંઠા નવી રેન્જ જાહેર કરવામાં આવી છે. આમ હવે કચ્છ રેન્જથી બનાસકાંઠા રેન્જ અલગ થવાથી પોલીસ કર્મીઓને મોટી રાહત મળશે. બનાસકાંઠાના છેવાડાના પોલીસ મથકથી કચ્છ ભુજનો રસ્તો 500 કિ.મી.ઉપરાંતનો થતો હોઈ કચેરીના કામ અર્થે જવા માટે ખુબ જ હાલાકી થતી હતી. અને સમયની સાથે આર્થિક પણ ભારણ વધતુ હતુ. આથી હવે બનાસકાંઠા નવી રેન્જ બનવાથી પાલનપુર ખાતે રેન્જનુ હેડક્વાર્ટ્સ બનવાથી પાટણ અને થરાદ બંને જિલ્લાના લોકોને અનુકુળ રહેશે.

Advertisement

આ પણ વાંચો : Operation Delta Hunt : રાજયભરમાંથી 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા, મોટાભાગની મહિલાઓ કરતી હતી સ્પામાં કામ

Advertisement

.

×