Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha માં અડધી રાત્રે ગાજવીજ સાથે વરસાદ, બાજરી-મગફળીના પાકને નુકસાનની ભીતિ!

Banaskantha : સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે બનાસકાંઠામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો હતો અને મોડીરાત્રે વરસાદ વરસ્યો હતો. ત્યારે વરસાદ વરસવાના કારણે ખેતરમાં રહેલ તૈયાર પાક પર પાણી ફરી વળ્યું હતુ તો ખેતરોમાં પાણી પણ ભરાયા હતા. ડીસા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
banaskantha માં અડધી રાત્રે ગાજવીજ સાથે વરસાદ  બાજરી મગફળીના પાકને નુકસાનની ભીતિ
Advertisement

Banaskantha જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો, મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસ્યો વરસાદ અને ડીસા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે વરસ્યો વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત પણ મળી હતી તો વરસાદથી બાજરી અને મગફળીના પાકમાં નુકસાન થયું હોવાનો આક્ષેપ ખેડૂતોનો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે અને લોકોને ગરમીથી રાહત પણ મળી છે, ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો.

Banaskantha ના ડીસામાં માર્કેટિંગ યાર્ડમાં પલળી જણસી

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં ગત મોડી રાત્રે અચાનક પલટો આવ્યો હતો અને પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદના કારણે ઉત્તર ગુજરાતના સૌથી મોટા ગણાતા ડીસા માર્કેટિંગ યાર્ડમાં ભારે અંધાધૂંધી મચી ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી વહીવટી તંત્ર દ્વારા યાર્ડના સત્તાધીશો અને વેપારીઓને અગાઉથી જ ખેડૂતોનો માલ સુરક્ષિત શેડ નીચે અથવા તાળપત્રીથી ઢાંકીને રાખવા સખત સૂચના આપવામાં આવી હતી.

Advertisement

2 જૂન 2026 ના રોજ આ તાલુકાઓમાં નોંધાયો વરસાદ

નડિયાદમાં 1.46 ઇંચ, વાલોદમાં 1.22 ઇંચ, હાંસોટમાં 1.18 ઇંચ, વઘાઈમાં 1.18 ઇંચ, ભરૂચમાં 1.14 ઇંચ, માણસામાં 1.14 ઇંચ, દસાડામાં 1.14 ઇંચ, વ્યારામાં 1.14 ઇંચ, ઉમરેઠમાં 1.10 ઇંચ, મહુધામાં 1.10 ઇંચ, તલોદમાં 1.10 ઇંચ, ચિખલીમાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અમદાવાદના ધંધૂકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. ધંધૂકામાં 3.74 ઇંચ, ઉમરપાડામાં 2.76 ઇંચ, ખેડામાં 1.73 ઇંચ, માતરમાં 1.57 ઇંચ, લખતરમાં 1.57 ઇંચ, ચુ઼ડામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો હતો.

Advertisement

આ પણ વાંચો : Rajkot માં મધરાતે પોલીસનું મેગા ઓપરેશન, 31 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ

Tags :
Advertisement

.

×