Banaskantha Rain : પાલનપુરમાં માત્ર 8 મીમી વરસાદમાં જ હાઇવે બન્યું તળાવ, વાહનચાલકોના વાહનો પણ પાણીમાં બંધ પડયા!
Banaskantha Rain : બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. તો પાલનપુર અને વડગામમાં પણ વરસાદી માહોલ છે. પાલનપુરમાં સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાની વાત સામે આવી છે. તો પાણી ભરાતા સ્થાનિકાએ પાલિકા સામે રોષ વ્યકત કર્યો છે.
Advertisement
Banaskantha Rain : પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. પાલનપુર-અંબાજી હાઇવે 8 એમએમ વરસાદમાં જ પાણી ભરાયા હતા અને હાઇવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા હતા. 8 એમએમ જેવા સામાન્ય વરસાદમાં હાઇવેની આ પરિસ્થિતિને લઇ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ.

