ગામડા અને શહેરમાં કયારેક ખુલ્લા લટકતા વીજ વાયરોના કારણે લોકોના મોત થતા છે, ત્યારે વીજ કંપનીઓ પણ બેદરકારી રાખ્યા વિના આળસ ખંખેરે અને લટકતા વીજ વાયરને દૂર કરે તે જરૂરી બન્યું છે.
વીજ તાર પડતાં પિતા-પુત્રના મોત
બનાસકાંઠાના વડગામના સકલાણામાં ગત રાત્રે પિતા-પુત્રનું મોત થયું છે. પિતા-પુત્ર એકટીવા પર ખેતરમાં જઈ રહ્યા હતા તે સમયે વીજ વાયર પડતા કરંટ લાગ્યો અને તેમનું મોત થયું છે.
સકલાણા ગામમાં અકસ્મિક ઘટનામાં મોત થતા શોકનો માહોલ છવાયો છે, તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું છે અને મૃતદેહ પરિજનોને સોંપાયા છે, આ ઘટનામાં જો વીજ કંપનીની બેદરકારી છતી થાય તો પોલીસ તેમની સામે પણ ગુનો નોંધે તે જરૂરી બન્યું છે.
પાલનપુરમાં પ્રથમ સમાન્ય વરસાદમાં પાણી ભરાયા
બનાસકાંઠાના પાલનપુરમાં ગઠામણ પાટિયાથી ગામના જોડતા મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે અને પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ભરાઈ જવાના કારણે શાળામાં જતા બાળકોને તો હેરાન થવાનો વારો આવ્યો છે સાથે સાથે વાહનચાલકોના વાહનો પણ પાણીમાં બંધ પડી ગયા છે. ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાના કારણે પ્રિ-મોન્સુન પોલ ખુલી ગઈ છે.
બાલાસિનોરમાં સૌથી વધુ 5.78 ઇંચ વરસાદ
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં રાત્રિ દરમિયાન સૌથી વધુ 5.78 ઇંચ (147mm) ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત કોઠંબામાં 1 ઇંચ (26mm), લુણાવાડામાં 19mm, વીરપુરમા 11mm, ગોધરામાં 09mm અને ખાનપુરમાં 03mm વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : Ahmedabad : NEETની તૈયારી કરતા વિદ્યાર્થીએ ફ્લેટ પરથી કૂદીને આપઘાત કર્યો