Bangladesh Flood : બાંગ્લાદેશમાં સર્જાયેલી કુદરતી આફતે ભારે તબાહી મચાવી છે. દક્ષિણપૂર્વ બાંગ્લાદેશમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આફતને કારણે કોક્સ બજાર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે.

Bangladesh Flood : રોહિંગ્યા શરણાર્થી શિબિરોમાં કાળો કેર
ઉલ્લેખનીય છે કે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર સૌથી વધારે નુકસાન રોહિંગ્યા શરણાર્થી શિબિરોમાં થયું છે. જો કે અતિવૃષ્ટિના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે અનેક લોકો,જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમાં કેટલાક લોકો કાટમાળ નીચે દટાઈ જવાથી મોતને ભેટ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યારે પણ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
વિનાશક પૂરમાં 10 લાખ લોકો ફસાયા
જો કે આપત્તિ મંત્રાલયના અહેવાલ અનુસાર આ ભયાનક પૂરના કારણે અંદાજો 10 લાખથી વધુ લોકો ફસાયા છે. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી લોકોના ઘરોની છત સુધી પહોંચી ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. પીડિતોનો આક્ષેપ છે કે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી રાહત સહાયની કામગીરી ઘણી ધીમી છે અને જરૂરિયાત મુજબ પહોંચી રહી નથી.
આ પણ વાંચો : Typhoon Bavi naming process : વાવાઝોડું ‘બાવી’ મચાવી રહ્યું છે તબાહી; જાણો કોણ અને કેવી રીતે નક્કી કરે છે આ અનોખા નામ