Bhavnagar : મધરાતે ગમખ્વાર અકસ્માતમાં કાકા-ભત્રીજાનું મોત, પરિવારમાં આક્રંદ છવાયો
Bhavnagar ના રીંગરોડ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકોના મોત થયા છે. કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. તો બાઈક પર સવાર કાકા-ભત્રીજાનું ઘટના સ્થળે મોત થયું છે.
Advertisement
Bhavnagar શહેરના રીંગ રોડ પર મોડી રાત્રે ગમ્ખવાર અકસ્માત થયો હતો જેમાં કાકા-ભત્રીજાનું મોત થયું છે. રીંગ રોડ પાર્ટી પ્લોટ નજીક આ અકસ્માત સર્જાયો હતો. તો કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

