જોકે, રેગિંગ જેવા ગંભીર મામલે લેવાયેલા આ નિર્ણય સામે સવાલો પણ ઉઠી રહ્યા છે. એબીવીપીએ આ મામલે સખ્ત વિરોધ નોંધાવ્યો છે, જ્યારે કુલપતિનો આ સહાનુભૂતિ વાળો નિર્ણય 4 મેડીકલના વિદ્યાર્થીઓની જિંદગીમાં ઘણો બદલાવ લાવી શકે છે.
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં વર્ષ 2025માં આ ઘટના બની હતી
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. બી. બી. રામાનુજે આ મામલે સત્તાવાર સ્પષ્ટતા કરી છે કે સંબંધિત વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) ના નિયમો અને વિદ્યાર્થીઓની કારકિર્દીને ધ્યાનમાં રાખીને તેમની સજાનો સમયગાળો ઘટાડીને 'પૂરતો' ગણવામાં આવ્યો છે.
આ નિર્ણય સાથે જ હવે આ 4 વિદ્યાર્થીઓ પોતાની બાકી રહેલી ઇન્ટર્નશિપ પૂર્ણ કરી શકશે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સમક્ષ અપીલ કરી હતી. યુનિવર્સિટીએ પ્રાથમિક તપાસમાં પ્રક્રિયાગત ખામીઓ જોતા કોલેજને ફરીથી નવેસરથી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.
યુનિવર્સિટીમાં વિવાદમાં ABVP-NSUI મેદાનમાં
એન્ટી-રેગિંગ કમિટી દ્વારા ફટકારેલી બે વર્ષની સજાને વીસી દ્વારા એકતરફી રીતે ઘટાડીને સવા વર્ષ કરી દેવાતા સામાન્ય રીતે સામસામે લડતા બે મોટા વિદ્યાર્થી સંગઠનો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) એ એક થઈને યુનિવર્સિટી વહીવટી ભવન પર હલ્લાબોલ કર્યો હતો.
આ પણ વાંચો : Vadodara ના વાડી વિસ્તારમાં જૂના મકાનની છત ધરાશાયી, બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા