ટ્રોમા સેન્ટરની બહાર જવા પર પ્રતિબંધ લગાવાયો હતો અને ડોક્ટર્સને જમવા તેમજ સુવાનો સમય ન આપતા આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિત તબીબોએ લિખિત ફરિયાદ કરી ન્યાયની માગ કરી છે, ત્યારે રેગિંગની સૌથી વધુ ઘટના મેડિકલ કોલેજમાં બનતી હોય છે.
13 જુનિયર રેસિડન્ટ તબીબે ફરિયાદ કરી છે
ભાવનગર મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના 13 જુનિયર રેસિડન્ટ તબીબોને છેલ્લા પાંચેક મહિનાથી 6 સિનિયર રેસિડન્ટ તબીબો આકરી તાલિબાની સજા આપતા હોવાની રેગિંગની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે.
ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી ચકચારી રેગિંગની ઘટનામાં ઓનલાઇન ફરિયાદના આધારે ભાવનગર મેડિકલ કોલેજમાં છેલ્લા ત્રણ દિવસથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. વિભાગના પ્રથમ વર્ષના 13 જુનિયર રેસિડન્ટ તબીબોએ કરેલી ફરિયાદને આધારે મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ સ્કવોર્ડના સભ્યો તપાસ કરી તાગ મેળવી રહ્યા છે.
અમદાવાદની મેડિકલ કોલેજમાં પણ રેગિંગની ઘટના
અમદાવાદની નામાંકિત બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે. જુનિયર વિદ્યાર્થી દ્વારા સિનિયર સામે 8 જૂને ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે એન્ટી રેગિંગ કમિટીને તપાસ સોંપવામાં આવી હતી.
તપાસ રિપોર્ટ બાદ ઓર્થોપેડિક વિભાગના ત્રણ વિદ્યાર્થીઓને 6 મહિનાથી 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. 8 જૂનના રોજ ઓર્થોપેડિક વિભાગના 3 સિનિયર ડોક્ટરો દ્વારા પ્રથમ વર્ષના જુનિયર ડોક્ટરનું રેગિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ જુનિયર ડોક્ટર દ્વારા તંત્રને ફરિયાદ કરવામાં આવતા તપાસ કરવામાં આવી હતી. એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Jamnagar : જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધોકાઓ વડે મારામારી, પોલીસની PCR વાન પસાર થઈ પણ ઉભી ના રહી!