એન્ટીરેગિંગ કમિટી દ્વારા પીડિત 13 તબીબી વિધાર્થીઓ દોષિત કરાયા છે. દોષિત ઠરેલા 6 સિનિયર ડોક્ટર્સમાં ડો.વિરેન્દ્રસિંહ જાડેજાને બે વર્ષ માટે, ડો.પ્રવીણ વર્મા, ડો. અમન વર્મા અને ડો.વિશાલ ડાભીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જુનિયર તબીબો સાથે રૂંવાડા ઊભા કરી દે તેવું રેગિંગ
ડો.ધર્મેન્દ્ર દયાલ, ડો. જયંત દેવાની ને છ મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક ધોરણે બરતરફ કરવાના આદેશો અપાયા છે. રેગિંગ કરનાર વિધાર્થીઓને હોસ્ટેલ સાંજ ના 6 વાગ્યા સુધીમાં ખાલી કરવી તેવો પણ આદેશ કરવામાં આવ્યો છે. વિધાર્થીઓ સાથે જે પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તેમાંથી અળગા રહેવું, ક્લિનિકલ, એકેડેમિક અને હોસ્પિટલની કામગીરીથી દૂર રહેવાના અપાયા આદેશો તો કમિટીએ NMCની જોગવાઈ મુજબ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત 6 દોષિત સામે પોલીસ ફરિયાદની પણ થઈ શકે છે કાર્યવાહી.
એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી
આ અંગે મેડિકલ કોલેજના ડીન ડો.ચિન્મય શાહે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં અમારી પાસે એક ઓનલાઈન ફરિયાદ આવી હતી. ઓર્થોપેડિક ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે, અમને અલગ અલગ રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે.
જેવા કે ઘણી બધી વાર લખવા આપવામાં આવે, મુરઘા બનાવવામાં આવે, ઉપરાંત કોઈને કોઈ ઇવેન્ટ બાબતે ખર્ચો કરવામાં આવે એટલે આ બધી બાબતને લઈ અને તેઓએ ફરિયાદ કરેલી હતી. ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવ્યા બાદ બપોર બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ મેડિકલ કોલેજ પર ડીન સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો : Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં રાજયના 75 તાલુકામાં વરસાદ, ગોધરા અને જાંબુઘોડામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી