Bhavnagar જિલ્લાની 3 નગરપાલિકામાં સત્તા માટે જંગ, 19 મેના રોજ યોજાશે ચૂંટણી
- Bhavnagar જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર
- મહુવા, વલ્લભીપુર અને પાલીતાણામાં સત્તાનો થશે જંગ
- 3 નપાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર
- 19 મે 2026ના રોજ બપોરે 12.30 કલાકે યોજાશે ચૂંટણી
- ત્રણેય નગરપાલિકાના સભાખંડમાં જનપ્રતિનિધિઓ કરશે મતદાન
- નવા સુકાનીઓની વરણી માટે રાજકીય પક્ષોમાં મથામણ શરૂ
Bhavnagar: ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લાની ત્રણ મહત્વની નગરપાલિકાઓ (Municipalities) માટે આગામી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની સત્તાવાર તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ જાહેરાત બાદ જિલ્લાના રાજકીય ગલિયારાઓમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર
3 નપાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર
મહુવા, વલ્લભીપુર અને પાલીતાણાની યોજાશે ચૂંટણી
19 મે 2026ના રોજ બપોરે 12.30 કલાકે યોજાશે ચૂંટણી
ત્રણેય નગરપાલિકાના સભાખંડમાં યોજાશે ચૂંટણી#Bhavnagar #Mahuva #Vallabhipur #Palitana… pic.twitter.com/ciS4PSyDIr— Gujarat First (@GujaratFirst) May 13, 2026
ચૂંટણી આગામી 19 મે 2026 ના રોજ યોજવામાં આવશે
મળતી વિગત મુજબ, ભાવનગરની મહુવા (Mahuva), વલ્લભીપુર (Vallabhipur) અને વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા (Palitana) નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ (President and Vice President) પદ માટે ચૂંટણી યોજાવાની છે. વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, આ ચૂંટણી આગામી 19 મે 2026 ના રોજ યોજવામાં આવશે.
ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર
ચૂંટણીનો સમય બપોરે 12:30 કલાકે નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા જે તે નગરપાલિકાના સત્તાવાર સભાખંડમાં (Meeting Hall) હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી માટે અત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. પક્ષના મેન્ડેટ કોને મળશે અને કયા નવા ચહેરાઓને સત્તાનું સૂત્ર સોંપવામાં આવશે તેને લઈને તર્કવિતર્ક થઈ રહ્યા છે.
Bhavnagar: ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે
આગામી 19 મેના રોજ યોજાનારી આ સામાન્ય સભામાં સભ્યો દ્વારા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. ભાવનગર જિલ્લાની આ ત્રણેય પાલિકાઓના વહીવટમાં હવે નવા સુકાનીઓ કઈ રીતે જવાબદારી સંભાળશે તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો: Morbi: જુના સાદુળકા ગામે મોતની તલાવડી!, ડૂબી જતાં ત્રણના મોત, સમગ્ર પંથકમાં ચકચાર


