Bhavnagar ના શેત્રુંજી ડેમમાં મેઈન્ટેનન્સ કામગીરીને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીકાપ
Bhavnagar શહેરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સાઇટ પર હાલમાં મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીને કારણે શહેરના વિશાળ વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઈ શકે છે, જેને લઈને તંત્ર દ્વારા અગાઉથી જ જાણ કરવામાં આવી છે. નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે પાણીનો સંગ્રહ કરવા અપીલ કરવામાં આવી છે.
Advertisement
Bhavnagar : શેત્રુંજી ડેમ સાઇટ પર કરવામાં આવી રહેલી આ મેઈન્ટેનન્સની કામગીરી પાણીની ગુણવત્તા જાળવવા અને ભવિષ્યમાં કોઈ મોટી ખામી સર્જાય નહીં તે માટે અત્યંત આવશ્યક છે. આ પ્રકારના સમારકામથી પાણીના નિકાલ અને વિતરણમાં લાંબા ગાળે સુધારો થશે. જોકે, આ દરમિયાન શહેરના પાણીના પુરવઠાને વ્યવસ્થિત રાખવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

