Chhota Udepur Rain : નસવાડીની અશ્વિન નદીમાં ઘોડાપૂર આવતા યુવક ફસાયો, નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ
Chhota Udepur Rain : ગુજરાતમાં ચોમાસાની સિઝન અત્યારે તેના ચરમસીમા પર છે અને હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે છોટા ઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ અત્યંત તોફાની અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાત્રિ દરમિયાન પડેલા મુશળધાર અને ધોધમાર વરસાદને કારણે જિલ્લાના નદી-નાળા છલકાઈ ગયા છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા ભયજનક દ્રશ્યો સર્જાયા છે.
Advertisement
Chhota Udepur Rain : અતિભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે. જિલ્લાની મુખ્ય નદી ગણાતી ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થવાથી તે ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ ગઈ છે. આ સાથે જ છોટાઉદેપુર નગરપાલિકાનો ચેક ડેમ આ ચોમાસામાં બીજી વખત સંપૂર્ણપણે છલકાઈ ગયો છે.

