‘નવી ટેકનોલોજી અને ઈનોવેશન ગુજરાતનું બેકબોન બનશે’: CM ભૂપેન્દ્રભાઇ પટેલે ડેટા સેન્ટર પોલિસી કરી લોન્ચ
Gujarat Data Center Policy: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતની નવી 'ડેટા સેન્ટર પોલિસી' લોન્ચ કરી છે. તેમણે જણાવ્યું કે સાણંદ અને ધોલેરા દેશની સેમિકન્ડક્ટર કેપિટલ બનશે. કેન્દ્રીય બજેટના ક્લાઉડ અને AI વિઝનને આ નીતિ વેગ આપશે. ડેટા સેન્ટર માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન બનશે અને નવી ટેકનોલોજી તેમજ ઈનોવેશન રાજ્યના આર્થિક વિકાસની કરોડરજ્જુ સાબિત થશે.
Advertisement
Gujarat Data Center Policy: ગુજરાત સરકાર દ્વારા રાજ્યને આઈટી અને ટેકનોલોજી ક્ષેત્રે વૈશ્વિક હબ બનાવવા માટે વધુ એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) દ્વારા રાજ્યની નવી 'ડેટા સેન્ટર પોલિસી' (Data Center Policy) સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સાયન્સ એન્ડ ટેકનોલોજી (Science & Technology) હવે માત્ર લેબ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે આજના યુગમાં દેશ અને રાજ્યના આર્થિક વિકાસનો મુખ્ય આધાર બની ગઈ છે.

