Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dahod News: વરસાદમાં મકાન ધરાશાયી થતાં 8 લોકો દબાયા, ગ્રામજનોએ બચાવ્યા જીવ, તંત્ર સામે રોષ

દાહોદના લીમખેડા તાલુકાના વટેડા ગામમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે એક કાચું મકાન પત્તાની જેમ ધરાશાયી થયું છે. આ દુર્ઘટનામાં 3 બાળકો સહિત 8 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા છે. ગ્રામજનોની સમયસૂચકતાને કારણે તમામના જીવ બચી ગયા છે, પરંતુ 2 પશુઓના મોત થયા છે.
dahod news  વરસાદમાં મકાન ધરાશાયી થતાં 8 લોકો દબાયા  ગ્રામજનોએ બચાવ્યા જીવ  તંત્ર સામે રોષ
Advertisement

Heavy Rain in Dahod: દાહોદ જિલ્લાના લીમખેડા (Limkheda) તાલુકાના વટેડા ગામમાં વાવાઝોડા (Cyclone) અને ભારે વરસાદના (Heavy Rain) કારણે કુદરતી આફતનો કહેર જોવા મળ્યો છે. કુદરતનો આ મિજાજ એક ગરીબ પરિવાર માટે આફત બનીને આવ્યો છે. ગામમાં આવેલું એક નળિયાવાળું મકાન પવનના ભારે જોરને કારણે ક્ષણભરમાં પત્તાની જેમ ધરાશાયી (Collapsed) થઈ ગયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનામાં 3 બાળકો સહિત 8 લોકો લોકો દબાઈ જતાં ગ્રામજનોએ જીવ બચાવ્યા છે.

ગ્રામજનોની સમયસૂચકતાથી જીવ બચ્યા

દુર્ઘટના સમયે ઘરમાં સૂતેલા એક વિધવા મહિલા અને તેમના પરિવારના સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં 3 બાળકો સહિત કુલ 8 લોકો કાટમાળની નીચે ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનોએ પોતાની જીવના જોખમે ત્વરિત કામગીરી હાથ ધરી હતી. સમયસૂચકતા વાપરીને ગ્રામજનોએ કાટમાળ હટાવીને તમામ 8 સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ દુર્ઘટનામાં પરિવારના 2  બકરાના કરુણ મોત નિપજ્યા છે.

Advertisement

તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં રોષ

આ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવાર હાલ ખુલ્લા આસમાન નીચે જીવન વિતાવવા મજબૂર બન્યો છે. ઘરવખરી અને આશ્રય ગુમાવનાર આ પરિવાર માટે આ કપરો કાળ છે. સૌથી આશ્ચર્યજનક અને દુઃખદ બાબત એ છે કે, ઘટના બન્યાના ઘણા સમય બાદ પણ વહીવટી તંત્રના (Administration) કોઈ પણ જવાબદાર અધિકારી સ્થળ પર ફરક્યા નહોતા. તંત્રની આ ઉદાસીનતા અને સંવેદનહીનતાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

સરકારી સહાયની તાતી જરૂરિયાત

વટેડા ગામના લોકોની માગ છે કે, તંત્ર વહેલી તકે ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કરે અને આ પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડે. કુદરતી આફતનો ભોગ બનેલા આ ગરીબ પરિવારને મકાન બાંધવા માટે અને પશુઓના મૃત્યુ બદલ વળતર મળે તે અત્યંત અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast: સાવધાન! આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×