Banaskantha: દાંતા સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, મહિલાને એક્સપાયરી બોટલ ચઢાવ્યાનો આરોપ
બનાસકાંઠાની દાંતા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર બેદરકારીના કારણે ચર્ચામાં આવી છે. રવિવારે સારવાર માટે ગયેલી મહિલા દર્દીને સ્ટાફે એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હોય તેવી આઈ.વી. બોટલ ચઢાવી દીધી હતી. જેના કારણે મહિલાને ગંભીર રિએક્શન આવ્યું અને શરીરે સોજા ચઢી ગયા. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ફરજ પરના ડોક્ટર ગાયબ હતા અને નર્સ મોબાઈલમાં વ્યસ્ત હતી.
Advertisement
Danta Civil Hospital Negligence: બનાસકાંઠાના દાંતા સિવિલ હોસ્પિટલ [Danta Civil Hospital] ફરી એકવાર વિવાદમાં આવી છે. રવિવારે રજાના દિવસે સારવાર માટે ગયેલી એક મહિલા દર્દીને હોસ્પિટલના સ્ટાફ દ્વારા એક્સપાયરી ડેટ [Expired IV Fluid] પૂરી થઈ ગઈ હોય તેવી બોટલ ચઢાવી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગંભીર ભૂલને કારણે મહિલા દર્દીને શરીરે સોજા આવી ગયા અને રિએક્શન [Medical Reaction] આવ્યું હતું.

