Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Delhi Breaking News : માલવિયા નગરમાં એક રેસ્ટોરન્ટમાં લાગી ભીષ આગ,20 લોકોના મોત

Delhi Fire Breaking News : રાજધાની દિલ્હીના માલવિયા નગર (Malviya Nagar) વિસ્તારમાં આજે સવારે એક રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ભીષણ આગ લાગવાના કારણે ભારે તબાહી મચી હતી. આ અગ્નિકાંડમાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે.
delhi breaking news   માલવિયા નગરમાં એક રેસ્ટોરન્ટમાં લાગી ભીષ આગ 20 લોકોના મોત
Advertisement

Delhi Breaking News : રાજધાની દિલ્હીના માલવિયા નગર (Malviya Nagar) વિસ્તારમાં આજે સવારે એક રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ભીષણ આગ લાગવાના કારણે ભારે તબાહી મચી હતી. આ અગ્નિકાંડમાં 20 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે.

Delhi Breaking News : ભીષણ આગ લાગતા અફરા-તફરીનો માહોલ

દિલ્હી ફાયર સર્વિસ (Delhi Fire Service - DFS) ના અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમને સવારે 9 વાગ્યાની આસપાસ 'લેમન ગ્રીન રેસ્ટોરન્ટ' (Lemon Green Restaurant) માં આગ લાગી હોવાની જાણકારી મળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે સમગ્ર બિલ્ડિંગ (Building) ને ઝપેટમાં લઈ લીધી હતી. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક અસરથી દસથી વધુ ફાયર ટેન્ડર (Fire Tenders), વોટર બોઝર અને ક્વિક રિસ્પોન્સ વાહનો ઘટના સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા.

Advertisement

બેઝમેન્ટમાંથી કરાયું રેસ્ક્યૂ

ઉલ્લેખનીય છે કે  ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) શરૂ કર્યું હતું. આ દરમિયાન, ફાયર ફાઈટરોએ બિલ્ડિંગના બેઝમેન્ટ (Basement) માંથી ફસાયેલા 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ (Hospital) માં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેઓની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

આગનું કારણ અકબંધ

ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ (Cause of Fire) હજુ સુધી અજ્ઞાત છે. સ્થાનિક પોલીસ (Police) અને તપાસકર્તાઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ બેદરકારીને કારણે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.

આ પણ વાંચો : Bihar News : ખાન સરના કોચિંગ સેન્ટર બહાર અંધાધૂંધ ફાયરિંગ, હિંસક ઘટના બાદ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો

Tags :
Advertisement

.

×