Ahmedabad: ગ્લાસગોથી પરત ફર્યા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગ્લાસગોમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહ બાદ અમદાવાદ પરત ફર્યા. તેમણે ભારત અને અમદાવાદ તરફથી 2030ની યજમાની માટે સત્તાવાર ધ્વજ અને બેટન સ્વીકાર્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને રાજ્યભરમાં ગૌરવની લાગણી જોવા મળી.
Advertisement
Ahmedabad: ગ્લાસગો ખાતે યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહમાં ભારત અને અમદાવાદને મળેલી 2030 ની યજમાનીના ઐતિહાસિક પ્રસંગ બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મોડી રાત્રે અમદાવાદ પરત ફર્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમના આગમન સમયે કાર્યકરો અને સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

