Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Diyodar Taluka Panchayat Election: દિયોદર પંચાયત ચૂંટણીનો જંગ પૂરો, કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

Diyodar Taluka Panchayat Election: દિયોદર તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા રાજકીય ડ્રામા અને વિવાદોનો આખરે અંત આવ્યો છે. આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની લાંબી લડત અને રણનીતિ આખરે સફળ રહી છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા કોંગ્રેસના ઉમેદવારોની સત્તાવાર વરણી કરવામાં આવી છે.
diyodar taluka panchayat election  દિયોદર પંચાયત ચૂંટણીનો જંગ પૂરો  કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખની વરણી
Advertisement

Diyodar Taluka Panchayat Election: દિયોદર તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા રાજકીય ડ્રામા અને વિવાદોનો આખરે અંત આવ્યો છે. આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની લાંબી લડત અને રણનીતિ આખરે સફળ રહી છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા કોંગ્રેસના ઉમેદવારોની સત્તાવાર વરણી કરવામાં આવી છે.

દિયોદર (Diyodar) તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી પૂર્ણ

આ ચૂંટણીમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતબા વાઘેલાને પ્રમુખ તરીકે અને પાનાબેન ચાવડાને ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી સ્પષ્ટ બહુમતી ધરાવતી કોંગ્રેસ પાર્ટીએ આ વિજય સાથે સત્તા પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. અગાઉ બે વાર ચૂંટણી રદ થવાની ઘટનાઓ બાદ આજે ત્રીજા પ્રયાસે દિયોદર તાલુકા પંચાયતને નવા હોદ્દેદારો મળતા સ્થાનિક રાજકારણમાં શાંતિ છવાઈ છે.

Advertisement

કોંગ્રેસની જીત બાદ સગર્ભા મહિલા સભ્ય કિંજલબેન ઠાકોરનું નિવેદન

દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ સગર્ભા મહિલા સભ્ય કિંજલબેન ઠાકોરનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. લોકશાહીની જાળવણી અને પક્ષ પ્રત્યેની વફાદારી માટે ગર્ભાવસ્થાની શારીરિક પીડા અને અનેક મુશ્કેલીઓ વેઠીને પણ અડગ રહેલા કિંજલબેને આ વિજયને સત્યનો વિજય ગણાવ્યો છે. તેમણે સૌનો આભાર માનતા જણાવ્યું હતું કે, જનતાનો સાથ મેળવવા માટે કપરી પરિસ્થિતિમાં પણ મક્કમ રહેવું અનિવાર્ય છે. તેમણે દરેક મહિલાઓને સલાહ આપતા કહ્યું કે, મુશ્કેલ સમયમાં પણ તમે મક્કમ રહેશો તો જ જનતા તમને સમર્થન આપશે. પક્ષની વફાદારી અને લોકશાહી પ્રત્યેની તેમની આ અડગ નિષ્ઠાએ અનેક લોકોના દિલ જીત્યા છે.

Advertisement

આ પણ વાંચો:  Diyodar Taluka Panchayat Election: દિયોદર પંચાયત ચૂંટણીનો જંગ પૂરો, કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

Tags :
Advertisement

.

×