China Breaking News : ચીનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ, 90 લોકોના મોત
- China Breaking News : ચીનની કોલસા ખાણમાં ભયાનક વિસ્ફોટ, 90ના મોત
- શાંક્સી પ્રાંતમાં દાયકાની સૌથી મોટી ખાણ દુર્ઘટના
- કાર્બન મોનોક્સાઇડની ચેતવણી બાદ થયો બ્લાસ્ટ
- હજુ પણ 9 શ્રમિકો ગુમ, બચાવ કામગીરી યુદ્ધના ધોરણે
- રાષ્ટ્રપતિ શી જિનપિંગે આપ્યા કડક તપાસના આદેશ
China Breaking News : ચીનના ઉત્તરીય વિસ્તારમાં આવેલી કોલસા ખાણમાં શુક્રવારે વિસ્ફોર્ટ થયો હતો. ચીનના શાંક્સી પ્રાંતમાં (Shanxi Province) આવેલી કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના કારણે અત્યાર સુધીમાં 90 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 9 લોકો હજુ પણ ગુમ હોવાની માહિતી સામે આવી રહી છે. આ ભયાનક ઘટનાને છેલ્લા દાયકામાં ચીનની સૌથી ખરાબ કોલસા ખાણ દુર્ઘટના (China Coal Mine Accident) તરીકે જોવામાં આવી રહી છે.
China Breaking News : કાર્બન મોનોક્સાઇડની ચેતવણી બાદ બ્લાસ્ટ
ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, રાજધાની બેઇજિંગથી આશરે 520 કિલોમીટર દૂર આવેલા કિન્યુઆન કાઉન્ટીમાં (Qinyuan County) આ દુર્ઘટના ઘટી હતી. ખાણની અંદર કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડની ચેતવણી (Carbon Monoxide Warning) જારી કરવામાં આવી હતી. આ એલર્ટ મળ્યાના થોડા જ સમયમાં ખાણની અંદર એક જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે આખી ખાણ ધણધણી ઉઠી હતી.
વિસ્ફોટ સમયે ખાણની અંદર કુલ 247 મજૂરો કામ કરી રહ્યા હતા. ઘટનાની તીવ્રતાને જોતા તુરંત જ રાહત કાર્યો શરૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે ઘણા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢી શકાયા હતા. પરંતુ કમનસીબે 90 લોકો કાટમાળ અને ઝેરી ગેસની ઝપેટમાં આવી જતાં મૃત્યુ પામ્યા છે. સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટની બચાવ ટીમો (Rescue Teams) હાલમાં બાકીના ગુમ થયેલા નવ શ્રમિકોને શોધવા માટે સતત ઓપરેશન ચલાવી રહી છે.
View this post on Instagram
રાષ્ટ્રપતિ શી જિનપિંગે આપ્યા તપાસના આદેશ
આ ભીષણ અકસ્માત બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે (Xi Jinping) દુઃખ વ્યક્ત કરવાની સાથે બચાવ ટુકડીઓને ગુમ થયેલા લોકોને શોધવા માટે તમામ શક્તિ લગાવી દેવાનો આદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ ઘટનામાં જે પણ સ્તરે બેદરકારી દાખવવામાં આવી હશે, તે તમામ જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, ચીનના વડા પ્રધાન લી કેકિયાંગે (Li Keqiang) પણ અકસ્માતના ચોક્કસ કારણોની ઝડપી તપાસ કરવા અને દોષિતોને આકરી સજા આપવા માટે હાકલ કરી છે. ચીનના ઉપપ્રધાન ઝાંગ ગુઓકિંગ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યોનું સીધું નિરીક્ષણ કરી રહ્યા છે.
Pakistan : મોસ્ટ વોન્ટેડ આંતકી હિઝબુલ ચીફ સલાહુદ્દીન હમજા બુરહાનની દફનવિધીમાં AK-47 સાથે જોવા મળ્યો!


