ઘરેથી નીકળતા પહેલા ફ્લાઈટનું સ્ટેટસ અચૂક ચેક કરી લેજો, 4 ફ્લાઈટ રદ્દ અને 10 ફ્લાઈટ્સના સમય ખોરવાયા
Flights Cancelled Due To Rain: દેશમાં ભારે વરસાદને કારણે મહારાષ્ટ્ર, દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈ જતી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. ખરાબ હવામાનને લીધે મુંબઈની અનેક ફ્લાઈટ્સ રદ્દ થઈ છે અને કેટલીક 5 થી 10 કલાક મોડી છે. અમદાવાદ એરપોર્ટ પરથી પણ 4 ફ્લાઈટ્સ રદ્દ કરાઈ છે અને 10 ના સમય ખોરવાયા છે.
Advertisement
Flights Cancelled Due To Rain: સમગ્ર દેશમાં થઈ રહેલા અતિભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનના કારણે હવાઈ મુસાફરી (Air Travel) ને વ્યાપક માઠી અસર પહોંચી છે. દેશના વિવિધ રાજ્યોમાં એરપોર્ટ ઓપરેશન્સ ખરાબ વિઝિબિલિટી (Visibility) ને કારણે પ્રભાવિત થયા છે. ખાસ કરીને મહારાષ્ટ્ર (Maharashtra), બેંગ્લોર (Bangalore), ચેન્નાઈ (Chennai) અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હી (Delhi) જતી અને ત્યાંથી આવતી ફ્લાઈટ્સના શિડ્યુલ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયા છે. મોડી રાતથી જ રનવે પર પાણી ભરાવા અને ભારે પવનના કારણે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

