Gandhinagar : CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કરાવ્યો રાજ્યવ્યાપી પોલિયો રસીકરણનો પ્રારંભ
Gandhinagar : રાજ્યમાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા આ અભિયાનની શરૂઆત કરાવવામાં આવી છે. મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement
Gandhinagar : રાજ્યમાં ઘરે ઘરે જઈને 0 થી 5 વર્ષ બાળકોને રસી આપવામાં આવશે અને 3 દિવસમાં 82 લાખ બાળકોને રસી આપવામાં આવશે તેવી વાત સામે આવી છે, વર્ષ 2007 બાદ એક પણ બાળક પોલિયોગ્રસ્ત નથી બન્યું તો વિવિધ રોગો સામે પ્રતિકાર સામે રસીકરણ અભિયાન રંગ લાવ્યું છે.

