Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: ગિફ્ટ સિટી બનશે વૈશ્વિક બિઝનેસ હબ, નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બેઠક

ગાંધીનગરના ગિફ્ટ સિટીના ભવિષ્યને લઈને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક અત્યંત મહત્વની સાબિત થઈ છે. ગિફ્ટ સિટીને વિશ્વકક્ષાનું ફાઇનાન્સિયલ હબ બનાવવાની યોજનાઓમાં તેજ ગતિ જોવા મળી રહી છે. આ પ્રોજેક્ટથી ભારતને વૈશ્વિક સ્તરે કેવી આર્થિક અને ટેકનોલોજીકલ સફળતા મળી શકે છે
gandhinagar  ગિફ્ટ સિટી બનશે વૈશ્વિક બિઝનેસ હબ  નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બેઠક
Advertisement
  • Gandhinagar  ગિફ્ટ સિટીમાં નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બેઠક!
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પ્રોજેક્ટના વિકાસની સમીક્ષા
  • DyCM  અને વડાપ્રધાનના અગ્ર સચિવની બેઠકમાં ખાસ ઉપસ્થિતિ
  • ગિફ્ટ સિટી દ્વારા દેશમાં નવી ટેકનોલોજી અને ટેલેન્ટને પ્રોત્સાહન મળશે
  • ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ બનાવવા માટે માસ્ટર પ્લાન પર ચર્ચા
  • વિકાસની નવી તકો અને આર્થિક ગતિવિધિઓ વધારવા અંગે નિર્ણય

Gandhinagar Gift City News: ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીના નિર્માણ અને તેના સર્વાંગી વિકાસની સમીક્ષા માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના DyCM હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) અને પ્રધાનમંત્રીના અગ્ર સચિવ (Principal Secretary to PM) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગિફ્ટ સિટીને માત્ર ભારતનું જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરનું ફાઇનાન્સિયલ-બિઝનેસ હબ બનાવવાની દિશામાં ચાલી રહેલા કામોની વિગતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ગિફ્ટ સિટી વિવિધ ક્ષેત્ર માટે નવી તકોનું પ્રવેશદ્વાર

નાણામંત્રીએ પ્રોજેક્ટની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી ભારત માટે નવી ટેકનોલોજી, ટેલેન્ટ અને આર્થિક વિકાસની નવી તકોનું પ્રવેશદ્વાર સાબિત થશે. આગામી સમયમાં અહીં વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષવા અને આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટે વિવિધ નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. ગિફ્ટ સિટીના માધ્યમથી દેશના આર્થિક માળખાને મજબૂત બનાવવાની વડાપ્રધાનની નેમ પૂરી કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત પ્રયાસો કરી રહી છે. આ બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને કનેક્ટિવિટી વધારવા બાબતે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: PM મોદીને ઝાલમુરી પીરસનાર દુકાનદારને જાનથી મારી નાંખવાની મળી ધમકી

Advertisement

Tags :
Advertisement

.

×