Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : ગુજરાત સરકારની મોટી ભેટ, કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાહેર કરાયો વધારો

Gandhinagar : ગુજરાત સરકારે બાકી રહેલા કર્મચારીઓ માટે પણ જાહેર કર્યું મોંઘવારી ભથ્થું જેમાં પાંચમા પગાર પંચ હેઠળ રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે, કર્મચારીઓના બાકી રહેતા મોંઘવારી ભથ્થાં તથા એરિયર્સની રકમ તબક્કાવાર ચૂકવાશે અને નાણાં વિભાગ દ્વારા જાહેર કરાયો પરિપત્ર. જેમાં રાજ્ય સરકારના પંચાયત કર્મચારીઓ, સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને લાભ મળશે.
gandhinagar   ગુજરાત સરકારની મોટી ભેટ  કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાહેર કરાયો વધારો
Advertisement

Gandhinagar : પાંચમા પગાર પંચ હેઠળ રાજ્ય સરકારના કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પાંચમા પગાર પંચ હેઠળ આવતા રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને કર્મચારીઓના બાકી રહેતા મોંઘવારી ભથ્થાં તથા એરિયર્સની રકમ તબક્કાવાર ચૂકવાશે જેમાં રાજ્ય સરકારના પંચાયત કર્મચારીઓ, સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને લાભ મળશે.

નાણાં વિભાગ દ્વારા જાહેર થયો પરિપત્ર

સરકારના નિર્ણય મુજબ, કર્મચારીઓને મળવાપાત્ર બાકી રહેલા મોંઘવારી ભથ્થાં તેમજ એરિયર્સની રકમ પણ તબક્કાવાર રીતે ચૂકવવામાં આવશે. લાંબા સમયથી ભથ્થાં અને એરિયર્સની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે આ નિર્ણય ખુશખબર સમાન છે અને નાણાં વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો લાભ માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી. પંચાયત કર્મચારીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નગરપાલિકા અને મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપરાંત અનુદાનિત તથા બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને પણ તેનો લાભ મળશે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

Gandhinagar : કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો મળ્યો છે લાભ

કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને પેન્શનરોને મોંઘવારી રાહત (ડીઆર)ના વધારાના હપ્તાને 01.01.2026થી મંજૂરી આપી
પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ભાવ વધારા સામે વળતર આપવા માટે, બેઝિક પે/પેન્શનના 58% ના હાલના દર પર 2% નો વધારો કરાયો છે જેમાં કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (ડીએ) અને પેન્શનરોને મોંઘવારી રાહત (ડીઆર)નો વધારાનો હપ્તો 01.01.2026 થી જાહેર કરવાની મંજૂરી આપી છે. મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેમાં વધારાને કારણે સરકારી તિજોરી પર સંયુક્ત અસર વાર્ષિક 6791.24 કરોડ રૂપિયા થશે. આનાથી લગભગ 50.46 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.27 લાખ પેન્શનરોને ફાયદો થશે. આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલા મુજબ છે, જે 7 મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે.

આ પણ વાંચો : Surat : કાળમુખી ડમ્પરની અડફેટે મહિલાનું મોત, અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થતા ચાલક થયો ફરાર

Tags :
Advertisement

.

×