Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: કલોલના સાંતેજ ગામે ફેઈથ કંપનીમાં ભીષણ આગ, 3 લોકો ઈજાગ્રસ્ત

કલોલના સાંતેજમાં આવેલી ફેઈથ કંપનીમાં લાગેલી ભીષણ આગને કારણે આજે સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો છે. મીણ બનાવવાના પ્લાન્ટમાં લાગેલી આ આગે કામદારોના જીવ જોખમમાં મૂક્યા છે. ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તંત્ર દ્વારા ફાયર ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
gandhinagar  કલોલના સાંતેજ ગામે ફેઈથ કંપનીમાં ભીષણ આગ  3 લોકો ઈજાગ્રસ્ત
Advertisement
  • Gandhinagar: કલોલના સાંતેજમાં મીણ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ!
  • સાંતેજ ગામની ફેઈથ કંપનીમાં લાગેલી આગથી ભારે અફરાતફરી
  • ત્રણ કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સોલા સિવિલમાં ખસેડાયા
  • અમદાવાદ, ગાંધીનગર અને કલોલ-કડીના ફાયર ફાઈટરો કામે લાગ્યા
  • મીણ બનાવતી કંપની હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
  • સાંતેજ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી સમગ્ર વિસ્તાર કોર્ડન કરાયો

Gandhinagar News: કલોલ તાલુકાના સાંતેજ (Santej) ગામ ખાતે આવેલી ફેઈથ (Faith Company) નામની કંપનીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ છે. આ કંપનીમાં મીણ (Wax) બનાવવાની કામગીરી કરવામાં આવતી હોવાથી આગે ટૂંકા સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયાના અહેવાલ

આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયાના અહેવાલ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યા છે. આગની ગંભીરતાને જોતા અમદાવાદ, ગાંધીનગર તેમજ કલોલ અને કડી (Kadi) થી ફાયર ફાઈટરની ટીમોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા અત્યારે આગ પર કાબુ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Advertisement

Gandhinagar: સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો

ઘટનાની જાણ થતાં જ સાંતેજ પોલીસ [Santej Police] કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન [Cordon] કરી દેવામાં આવ્યો છે, જેથી અન્ય કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા પ્રક્રિયા દરમિયાન થયેલી બેદરકારી જવાબદાર હોઈ શકે છે. આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: ભૂજથી રાજધાની દિલ્હી સુધી દૈનિક Express Train સેવા શરુ, સુવિધાનો નવો અધ્યાય

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Tags :
Advertisement

.

×