Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: ગૃહવિભાગનો મોટો નિર્ણય, ફરજમાં બેદરકારી દાખવતા 5 અધિકારીઓ સામે કાર્યવાહી

ગાંધીનગરના નશાબંધી વિભાગમાં સામે આવેલો આ ચોંકાવનારો કિસ્સો વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કરી રહ્યો છે. કેમિકલના વેચાણ અને નિર્માણની મંજૂરીઓમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાની ઉદ્યોગકારોની ફરિયાદ બાદ ગૃહવિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ઉચ્ચ અધિકારીઓના સાઈડ પોસ્ટિંગથી સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ તેજ બની છે.
gandhinagar  ગૃહવિભાગનો મોટો નિર્ણય  ફરજમાં બેદરકારી દાખવતા 5 અધિકારીઓ સામે કાર્યવાહી
Advertisement
  • Gandhinagar: નશાબંધી વિભાગના 5 અધિકારીઓ સામે મોટી કાર્યવાહી!
  • ગાંધીનગરના નશાબંધી વિભાગના 5 અધિકારીઓને અપાયું સાઈડ પોસ્ટિંગ
  • કેમિકલના ગેરકાયદે વેચાણ અને નિર્માણ મામલે ગંભીર આક્ષેપો
  • ગૃહવિભાગે નાયબ નિયામક અને મદદનીશ નિયામક સહિતનાઓને હટાવ્યા
  • ઉદ્યોગકારોની લેખિત ફરિયાદ બાદ સરકારની ત્વરિત લાલ આંખ
  • કેતન દેસાઈ, અમિતા પટેલ, શૈલેષ રબારી, વિપુલ પટેલ અને અનિલ ગનવાને દૂર કરાયા

Gandhinagar News: ગાંધીનગરના નશાબંધી અને આબકારી વિભાગમાં તાજેતરમાં એક મોટી વહીવટી ઉથલપાથલ જોવા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વિભાગના પાંચ જવાબદાર અધિકારીઓ સામે ગંભીર ગેરરીતિના આક્ષેપો થતા ગૃહવિભાગે તાત્કાલિક અસરથી તેમના સાઈડ પોસ્ટિંગ કરી દીધા છે. આ નિર્ણય બાદ સચિવાલયના વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Gandhinagar: અધિકારીઓ સામે કાર્યવાહી કરાઈ

ઘટનાની વિગત મુજબ, રાજ્યના કેટલાક ઉદ્યોગકારો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી કે નશાબંધી વિભાગના અધિકારીઓ દ્વારા અમુક ચોક્કસ પ્રકારના કેમિકલના નિર્માણ અને તેના વેચાણ પરના નિયંત્રણોમાં ગોલમાલ કરવામાં આવી રહી છે. કેમિકલના વપરાશ અને વેચાણ માટેની જે પરવાનગીઓ આપવામાં આવે છે, તેમાં નિયમોને નેવે મૂકીને વ્યક્તિગત લાભ મેળવવામાં આવતો હોવાના આક્ષેપો થયા હતા.

Advertisement

Advertisement

સાઈડ પોસ્ટિંગ આપી ફરજ પરથી દૂર કરાયા

આ મામલે તટસ્થ તપાસના ભાગરૂપે સરકારે આકરા પાણીએ કાર્યવાહી કરી છે. જેમાં નાયબ નિયામક કેતન દેસાઇ, મદદનીશ નિયામક અમિતા પટેલ, તથા ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ શૈલેષ રબારી, વિપુલ પટેલ અને અનિલ ગનવાને સાઈડ પોસ્ટિંગ આપી ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. હાલ આ અધિકારીઓને મહત્વના હોદ્દા પરથી હટાવીને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.

નિયમ તોડનાર સામે આકરા પગલા

ઉદ્યોગ જગતમાં આ ઘટનાને લઈને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જો આ ગેરરીતિ સાબિત થશે, તો તપાસનો વ્યાપ વધી શકે છે. વહીવટી તંત્રના આ નિર્ણયથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે સરકારી ફરજ દરમિયાન નિયમબાહ્ય કામગીરી કરનાર અધિકારીઓ સામે સરકાર કોઈપણ ભોગે સમાધાન કરવા તૈયાર નથી. હાલ સમગ્ર કેમિકલ માફિયા અને વિભાગના સંબંધોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: Surat: માતા-પિતાનો ઠપકો બાળકોને ભારે પડ્યો!, ત્રણ સગા ભાઈ-બહેનને ઘર છોડી ભાગ્યા

Tags :
Advertisement

.

×