Gandhinagar-Sarkhej હાઈવે પર 3 કાર વચ્ચે ગંભીર અકસ્માત, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Gandhinagar-Sarkhej હાઈવે પર આજે વહેલી સવારે સરગાસણ પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી જેમાં બે કારને મોટું નુકસાન થયું છે, તો એક કાર બળીને ખાખ થઈ છે. કયા કાર ચાલકની ભૂલના કારણે આ અકસ્માત થયો તેનું ચૌક્કસ કારણ હજી સામે આવ્યું નથી.
Advertisement
Gandhinagar-Sarkhej હાઈવે પર અકસ્માતની ઘટના બની છે, સરગાસણ પાસે અકસ્માત થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા અને અકસ્માત બાદ એક કારમાં આગ લાગી હતી જેના કારણે ફાયર વિભાગ સ્થળ પર પહોચ્યું હતુ અને આગને કાબુમાં લીધી હતી.

