Gandhinagar : કોસ્ટ ગાર્ડમાં ફરજ બજાવતા જવાને રાઈફલથી પોતાની જાત પર ચલાવી ગોળી, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા
Gandhinagar : સેકટર 1 માં રહેતા કોસ્ટ ગાર્ડ જવાને તેના મેસમાં પોતાની જાત પર ગોળી ચલાવી છે, ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અકસ્માતે ગોળી વાગી કે આપઘાતનો પ્રયાસ કર્યો તે દિશામાં પોલીસે શરૂ કરી તપાસ.
Advertisement
Gandhinagar : ગાંધીનગરના સેક્ટર-1માં આવેલા ગાયત્રી મંદિર પાસે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઓફિસર્સ મેસમાં આજે સવારે 43 વર્ષીય જવાન હસમુખ પટેલ ગોળી વાગી હતી, ઈજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

