Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gir Lion Death Babesia Virus : ગીરમાં સિંહોના શંકાસ્પદ મોતથી ચકચાર, વન મંત્રી પહોંચ્યા જામવાળા રેસ્ક્યું સેન્ટર

Gir Lion Death Babesia Virus : ગીર સોમનાથના ગીરમાં સિંહના મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આજે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા જામવાળા વન વિભાગના રેસ્ક્યું સેન્ટરે પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે વાતચીત કરી મોતને લઈ તાગ મેળવ્યો હતો, હાલમાં ગીરમાં 8 સિંહના મોતને લઈ વનવિભાગ તપાસ કરી રહી છે.
gir lion death babesia virus   ગીરમાં સિંહોના શંકાસ્પદ મોતથી ચકચાર  વન મંત્રી પહોંચ્યા જામવાળા રેસ્ક્યું સેન્ટર
Advertisement

Gir Lion Death Babesia Virus : વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગઈકાલે જણાવ્યું હતું કે, ગીર ગઢડા અને અમરેલી વિસ્તારમાં સિંહબાળોના મૃત્યુ થયા છે. પ્રાથમિક અનુમાન મુજબ આ મોત 'બેબેસિયા' વાયરસને કારણે થયા હોવાનું જણાય છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત 10 કિલોમીટરના વિસ્તારને આઇસોલેટ કરવામાં આવ્યો છે અને તે વિસ્તારના સિંહોને પણ અલગ તારવવામાં આવ્યા છે. મંત્રીએ દાવો કર્યો હતો કે છેલ્લા બે દિવસથી કોઈ નવું મોત નોંધાયું નથી અને પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે. અત્યાર સુધીમાં કુલ 8 સિંહબાળોના શંકાસ્પદ વાયરસથી મોત થયા છે, જ્યારે અન્ય મોત ઇનફાઇટ અથવા કુદરતી કારણોસર થયા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

અંદાજે એક સપ્તાહ બાદ રિપોર્ટ આવશે

સમગ્ર મામલે અરણ્ય ભવન ખાતે PCCF ડો.જયપાલસિંહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મૃત સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો સામે આવ્યા છે અને હાલ CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ) અંગે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. તેના માટે સેમ્પલ લેવામાં આવ્યા છે અને અંદાજે એક સપ્તાહ બાદ રિપોર્ટ આવશે. વન વિભાગે સાવચેતીના ભાગરૂપે હાલ 17 સિંહોને ક્વોરન્ટાઈન કર્યા છે. જેમાંથી 8 સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવાનું જણાવાયું છે. હાલ વેટરનરી ડોક્ટરોની ટીમ સંક્રમિત સિંહોની સારવારમાં દિવસ-રાત વ્યસ્ત છે. PCCF ડો. જયપાલસિંહના જણાવ્યા અનુસાર, 12 ડોક્ટરોની વિશેષ ટીમ સતત સારવાર અને મોનીટરીંગ કરી રહી છે.

Advertisement

ગીર અને જૂનાગઢમાં સિંહના મુખ્ય રહેણાંક

સૌરાષ્ટ્રમાં સિંહો વસવાટ કરતા સ્થળોમાં જૂનાગઢમાં સિંહની સંખ્યા 191, ભાવનગરમાં 116, અમરેલીમાં 339, પોરબંદરમાં 16, ગીર સોમનાથમાં 222, રાજકોટમાં 6, દેવભૂમિ દ્વારકામાં 1 છે. દર વર્ષે 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસે વન વિભાગના કર્મચારીઓ અને શાળાના બાળકો દ્વારા સિંહોને બચાવવાનું મહત્વ સમજાવવામાં આવે છે. સંદેશા, ફોટો, સ્પર્ધા જેવી પ્રવૃતિઓ કરી લોકો સિંહ માટે પ્રેમ અને મિત્રતા કેળવી શકે. ગુજરાત દર 5 વર્ષે સિંહની ગણતરી કરવામાં આવે છે. જેમાં 2025માં થયેલી 16મી સિંહોની વસ્તી ગણતરી થઇ હતી. આ વર્ષે 3 હજારથી વધુ લોકોએ સિંહોની ગણતરીમાં ભાગ લીધો હતો. વન વિભાગે પ્રથમ વખત સ્થાનિક સરપંચ અને આગેવાનોની પણ સિંહ ગણતરીમાં મદદ લીધી હતી. રાજ્યમાં વન વિભાગ દ્વારા 35 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી જેમાં 11 જિલ્લાના 58 તાલુકોઓને સમાવેશ કરાયો હતો.જેમાં વર્ષ 2015માં 523 અને વર્ષ 2020માં 674 હતી તે હવે વર્ષ 2025માં વધીને 891 સિંહોની સંખ્યા થઈ છે.

Advertisement

આ પણ વાંચો : Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર

Tags :
Advertisement

.

×