Gir Somnath Rain : સૂત્રાપાડામાં 5 ઈંચ વરસાદ સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી, બજાર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
Gir Somnath Rain : રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે, પરંતુ આ વરસાદે જિલ્લાના વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ખાસ કરીને વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં પ્રથમ વરસાદે જ જનજીવનને ભારે અસ્તવ્યસ્ત કરી દીધું છે.
Advertisement
Gir Somnath Rain : જિલ્લામાં ગત રાત્રિથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. સૂત્રાપાડામાં માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ સાથે કુલ પાંચ ઈંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે, જ્યારે વેરાવળમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ઈંચ પાણી પડતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.

