Gir Somnath Rain : ગીરમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, તુલસીશ્યામમાં સાહી નદીના પૂરમાં મંદિર પટાંગણ જળમગ્ન
Gir Somnath Rain : સૌરાષ્ટ્રના મધ્યગીર જંગલના સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે અને તુલસીશ્યામની સાહી નદીમા ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે. નદીનો ધસમસતો પ્રવાહ મંદિર પટાંગણમાં ઘૂસ્યો છે. વેપારીઓ અને દુકાનદારોનો માલ સામાન તણાઈ ગયો હોવાની વાત સામે આવી છે અને મંદિરના પ્રવેશ ગેટમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે.
Advertisement
Gir Somnath Rain : મધ્યગીરના વિસ્તારોમાં છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા સાંબેલાધાર વરસાદને કારણે જંગલ વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. આ અતિવૃષ્ટિની સૌથી ગંભીર અસર પ્રસિદ્ધ યાત્રાધામ તુલસીશ્યામ ખાતે જોવા મળી છે. જંગલના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે તુલસીશ્યામની સાહી નદીમાં અચાનક પૂર આવ્યું હતું.

