Gold Silver Price Today : આંતરરાષ્ટ્રીય બજારની અશાંતિ વચ્ચે કિંમતી ધાતુઓમાં તેજી, સોનું અને ચાંદી રેકોર્ડ સ્તરે પહોંચ્યા
Gold Silver Price Today : આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં સુરક્ષિત રોકાણની માંગ અચાનક વધવાને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે વૈશ્વિક બજારમાં થયેલી ઉથલપાથલની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી છે. યુએસ પ્રમુખ દ્વારા ઈરાન સંબંધિત પ્રસ્તાવિત સૈન્ય કાર્યવાહી અને રાજદ્વારી ઉકેલ માટેના પ્રયાસોને મોકૂફ રાખવાના સંકેતો આપ્યા બાદ વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓની ખરીદીમાં વધારો થયો છે.
Advertisement
Gold Silver Price Today : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બુલિયન માર્કેટમાં સોનું અને ચાંદી બંને તેજી સાથે કારોબાર કરી રહ્યા છે, જેના કારણે ગ્રાહકો અને ખરીદદારોમાં આશ્ચર્ય ફેલાયું છે.

