Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

GSEB દ્વારા ધો. 12 ની પરિક્ષાનું Result આ તારીખ થશે જાહેર

ગુજરાત બોર્ડ દ્વારા 4 મે, 2026 ના રોજ સવારે 10 વાગ્યે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ સહિત ગુજકેટનું પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ વેબસાઇટ www.gseb.org અને વોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ જોઈ શકશે. આ સાથે સંસ્કૃત મધ્યમાનું પરિણામ પણ જાહેર થશે, જે લાખો વિદ્યાર્થીઓની લાંબી આતુરતાનો સુખદ અંત લાવશે.
gseb દ્વારા ધો  12 ની પરિક્ષાનું result આ તારીખ થશે જાહેર
Advertisement
  • GSEB  દ્વારા 4 મે એ ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર
  • સવારે 10 વાગ્યે તમામ પ્રવાહનું આવશે પરિણામ
  • વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું એકસાથે પરિણામ જાહેર

Std. 12 Result Date Announced: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાવતા ધોરણ 12 ના તમામ પ્રવાહોના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી સોમવાર, 4 મે, 2026 ના રોજ સવારે 10:00 વાગ્યે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે. ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન લેવાયેલી આ પરીક્ષાઓમાં રાજ્યભરમાંથી નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દીના આ મહત્વપૂર્ણ તબક્કે  પરીક્ષા આપી હતી.

વિવિધ પ્રવાહો અને ગુજકેટનું એકસાથે પરિણામ

આ વર્ષે બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિજ્ઞાન પ્રવાહ (Science Stream), સામાન્ય પ્રવાહ (General Stream), વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ માટે લેવાયેલી ગુજકેટ (GUJCET-2026) અને સંસ્કૃત મધ્યમા પરીક્ષાના પરિણામો પણ આ જ દિવસે જાહેર થવાના હોવાથી શૈક્ષણિક આલમમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પરિણામની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

Advertisement

વોટ્સએપ પર પણ જોઈ શકશો રિઝલ્ટ

આધુનિક ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરતા બોર્ડે વોટ્સએપ (WhatsApp) દ્વારા પણ પરિણામ જાણવાની નવીનતમ સુવિધા પ્રદાન કરી છે. વિદ્યાર્થીઓએ માત્ર 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે, જેના વળતા જવાબમાં પરિણામ મોકલી આપવામાં આવશે. આ ડિજિટલ પહેલથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ કેફે સુધી લાંબા થયા વગર પોતાના મોબાઈલ પર જ ત્વરિત પરિણામ મળી રહેશે, જે સમય અને શક્તિ બંનેની બચત કરશે.

Advertisement

આ પણ વાંચોઃ Rajkot માં AAP ને મોટો ફટકો, વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવે કેસરિયો ધારણ કર્યો

Tags :
Advertisement

.

×