આ ઝુંબેશ અંતર્ગત કુલ 27 વેપારીઓના 41 વિવિધ વેપારના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓની ટીમે વહેલી સવારથી જ આ સ્થળો પર પહોંચી તપાસ શરૂ કરી હતી, જેના કારણે ઘણા વેપારીઓમાં ગભરાહટ પણ જોવા મળ્યો હતો.
વેપારીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને બિલો વગર વેચાણ કરે છે!
તપાસ દરમિયાન GST અધિકારીઓને હિસાબી ચોપડાં અને વાસ્તવિક ટેક્સ પેમેન્ટ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, અનેક વેપારીઓ કાયદેસરના બિલ આપ્યા વગર જ મોટા પાયે તમાકુ અને તેની બનાવટોનું વેચાણ કરી રહ્યા હતા.
આ પદ્ધતિ દ્વારા તેઓ GST ભરવામાંથી બચી રહ્યા હતા અને સરકારને લાખો-કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા હતા. અધિકારીઓએ સ્થળ પરથી મહત્વના દસ્તાવેજો, કોમ્પ્યુટર ડેટા અને ડિજિટલ રેકોર્ડ જપ્ત કર્યા છે, જેની હવે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
GST વિભાગ આકરા પાણીએ
છેલ્લા 5 વર્ષ દરમિયાન ગુજરાતની GST આવકમાં સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) 20% થી વધુ નોંધાયો છે. નાણાકીય વર્ષ (FY) 2020-21 માં રાજ્યની GST આવક જે રૂ.30,628 કરોડ હતી, તે અદભુત પ્રગતિ સાથે નાણાકીય વર્ષ (FY) 2025-26 માં રૂ.83,066 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. આ ઉપરાંત, વર્ષ 2025-26 દરમિયાન રાજ્યમાં રેકોર્ડબ્રેક 99.6% GST રિટર્ન સમયસર ભરાયા હતા.
આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : ગીર સોમનાથના ઉનામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ