Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Latest News : નાયબ મુખ્યમંત્રીની ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ

gujarat latest news   નાયબ મુખ્યમંત્રીની ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ
Advertisement

ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

છોટાઉદેપુર: બોડેલી પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ

June 1, 2026 11:36 pm

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો છે. બોડેલી શહેર ઉપરાંત ઢોકલીયા, ચાચક, અલીખેરવા, જૂની બોડેલી અને ઝાંખરપુરા જેવા ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવન અને વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ખેતરમાં તૈયાર પડેલા તલ અને મગના પાકને આ કમોસમી વરસાદને કારણે મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Advertisement

દેદીયાસણ GIDCમાં અચાનક આગ લાગતા દોડધામ, કોઈ જાનહાનિ નહીં

June 1, 2026 11:35 pm

મહેસાણાની દેદીયાસણ GIDCમાં આવેલ પ્લોટ નંબર 166માં આજે અચાનક આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ લગભગ 1 કલાકની સઘન કામગીરી કરી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

નાયબ મુખ્યમંત્રીની ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આકસ્મિક વીડિયો કોન્ફરન્સ

June 1, 2026 11:14 pm

ગાંધીનગરમાં મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજી હતી. રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓને મોડી રાત્રે અચાનક વીડિયો કોન્ફરન્સમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બેઠક શા માટે અને કયા ખાસ મુદ્દા પર બોલાવવામાં આવી છે, તેને લઈને તંત્ર દ્વારા હાલમાં કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ આકસ્મિક મીટિંગને પગલે રાજ્યના પોલીસ બેડામાં ભારે ઉત્તેજના અને ચર્ચાઓ વહેતી થઈ છે. પોલીસ અધિકારીઓની આ તાત્કાલિક બેઠક કોઈ મોટી કામગીરી કે સુરક્ષા અંગેના આયોજનનો ભાગ હોવાની શક્યતા સેવાઈ રહી છે.

ગુજરાતમાં વહીવટી મોરચે મોટો ફેરબદલ

June 1, 2026 10:33 pm

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં એક મોટો અને મહત્વનો ફેરબદલ કરવામાં આવ્યો છે. સચિવાલય, ગાંધીનગર ખાતેથી તારીખ 1 જૂન, 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, ગુજરાત વહીવટી સેવાના વર્ગ-1 ના કુલ 68 અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. આ નિર્ણય અંતર્ગત સિલેક્શન સ્કેલ અને સિનિયર સ્કેલના અધિકારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે, જ્યારે જુનિયર સ્કેલના અનેક અધિકારીઓને સિનિયર સ્કેલમાં પ્રમોશન આપી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

અમદાવાદ: વાતાવરણમાં પલટો, ભારે પવન અને ધૂળની ડમરીઓથી જનજીવન પ્રભાવિત

June 1, 2026 10:26 pm

અમદાવાદના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. શહેરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણમાં ઝાંખપ છવાઈ ગઈ છે. વાવાઝોડા જેવા ફૂંકાતા તેજ પવનોને કારણે વિઝીબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધૂળની ડમરીઓના કારણે રસ્તાઓ પર ટ્રાફિકની ગતિ ધીમી પડી છે. અચાનક આવેલા આ વાતાવરણીય ફેરફારથી શહેરના લોકોમાં કુતૂહલ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા વાહનચાલકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

ખેડા: કપડવંજ પંથકમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ચિંતાની લાગણી

June 1, 2026 10:19 pm

હવામાન વિભાગની આગાહીના પગલે ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કપડવંજ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. અચાનક આવેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ખેતરમાં રહેલા બાજરી સહિતના તૈયાર પાકને આ કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ભાવનગરમાં NDPS કેસમાં ઐતિહાસિક ચુકાદો, 4 આરોપીઓને 20 વર્ષની સખત કેદ

June 1, 2026 10:19 pm

ભાવનગર કોર્ટે વર્ષ 2024ના એમ.ડી. ડ્રગ્સ કેસમાં ચુકાદો આપતા 4 આરોપીઓને 20 વર્ષની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મુંબઈથી બલેનો કારમાં ડ્રગ્સ લાવી રહેલા 7 શખ્સોને વેળાવદર ભાલ પોલીસે સનેશ ગામ પાસેથી ઝડપી પાડ્યા હતા. સરકારી વકીલ જે.એ.પંડ્યાની દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટે તોફિક મનસુરી, એજાજ મનસુરી, અલ્ફાઝ ગોરી અને હુસેન કલીવાલાને દોષિત ઠેરવ્યા હતા. દંડ ન ભરનાર આરોપીઓએ વધુ બે વર્ષની કેદ ભોગવવી પડશે. આ કેસમાં અન્ય 3 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ચુકાદા બાદ ચારેય દોષિતોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા છે.

માળીયા મિયાણા માં ગોળી ધરબી યુવાનની હત્યા

June 1, 2026 9:58 pm

મોરબી જિલ્લાના માળિયા મિયાણા વિસ્તારમાં આજે હત્યાની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં હૈદર મોવર નામના યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ જૂની અદાવત મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે.ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા હાલ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ફાયરિંગ કોણે કર્યું અને આ પાછળ અન્ય કયા કારણો જવાબદાર છે, તે દિશામાં પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

મહુવાના બોરડી ગામે સિંહોનો આતંક, પશુપાલકોમાં ભયનો માહોલ

June 1, 2026 9:38 pm

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર વધતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. જંગલ વિસ્તાર છોડીને સિંહો હવે માનવ વસાહતોની નજીક આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિકો ચિંતિત બન્યા છે. તાજેતરમાં મહુવાના બોરડી ગામે સિંહે એકસાથે 3 વાછરડીનું મારણ કરતાં પશુપાલકોમાં રોષ અને ડર જોવા મળી રહ્યો છે. મહુવા તાલુકાના અનેક ગામોમાં સિંહોની સતત હિલચાલને કારણે ખેડૂતો અને માલધારીઓ રાત્રિના સમયે ખેતરમાં કે સીમમાં જતા ગભરાઈ રહ્યા છે. ગ્રામજનો દ્વારા વન વિભાગ પાસે સિંહોની હિલચાલ પર સતત નજર રાખવા અને જરૂરી સુરક્ષાના પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે. પશુધનના થઈ રહેલા નુકસાનને અટકાવવા માટે વન તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

મેઘરજ અને ભિલોડા પંથકમાં તોફાની વરસાદ સાથે વાવાઝોડાનો કહેર

June 1, 2026 9:30 pm

અરવલ્લી જિલ્લામાં આજે કુદરતી આફતનો પ્રકોપ જોવા મળ્યો હતો. મેઘરજ પંથકના જીતપુર અને ઈસરી સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદની તીવ્રતા એટલી હતી કે જીતપુર વિસ્તારમાં એક અંતિમ સંસ્કાર દરમિયાન ભારે મુશ્કેલી સર્જાઈ હતી. ભારે પવન અને વરસાદ વચ્ચે પણ સ્મશાનમાં પરિજનો દ્વારા અત્યંત કઠિન પરિસ્થિતિમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જિલ્લાના અન્ય ભાગોમાં પણ વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. ભિલોડાના મણીનગર કંપામાં તોફાની વરસાદની સાથે કરા પણ પડ્યા હતા, જ્યારે મોડાસા અને ઈસરોલ પંથકમાં જોરદાર પવન ફૂંકાયો હતો. ભારે પવનને કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા. આ વાવાઝોડાને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકો અંધકારમાં સપડાયા હતા. ખેતી અને સામાન્ય જનજીવન પર આ કમોસમી તોફાની વરસાદની વ્યાપક અસર જોવા મળી છે.

માળિયા મિયાણામાં યુવાનની ગોળી મારી હત્યા, જૂની અદાવતમાં ફાયરિંગની ઘટના

June 1, 2026 9:22 pm

મોરબી જિલ્લાના માળિયા મિયાણા વિસ્તારમાં આજે હત્યાની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં હૈદર મોવર નામના યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ જૂની અદાવત મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે.ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા હાલ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ફાયરિંગ કોણે કર્યું અને આ પાછળ અન્ય કયા કારણો જવાબદાર છે, તે દિશામાં પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

દ્વારકાધીશ મંદિરમાં અધિક માસ નિમિત્તે નિત્યક્રમમાં ફેરફાર

June 1, 2026 9:17 pm

દ્વારકાધીશ મંદિરમાં અધિક માસના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાનના નિત્યક્રમમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરના પૂજારી અને વહીવટદાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, આગામી તારીખ 2 જૂન થી 15 જૂન સુધી મંગળા આરતીના સમયમાં ફેરફાર રહેશે. હવે આ સમયગાળા દરમિયાન ભક્તો સવારે 5:30 વાગ્યે મંગળા આરતીનો લાભ લઈ શકશે. મંદિરમાં દર્શનાર્થીઓની સુવિધા અને પરંપરાગત રીત-રિવાજોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટતંત્ર દ્વારા તમામ ભક્તોને નવા સમય મુજબ મંગળા આરતીના દર્શનનો લાભ લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

વડિયા પંથકમાં શ્વાનોનો આતંક, ખેતમજૂરના 7 વર્ષના બાળકને ફાડી ખાધો

June 1, 2026 9:16 pm

અમરેલીના વડિયા પંથકમાં રખડતા શ્વાનો હિંસક બનતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા 20 થી 25 દિવસના ગાળામાં આ શ્વાનો દ્વારા 4 બાળકો પર જીવલેણ હુમલા કરવામાં આવ્યા છે, જેમાંથી 2 બાળકોના મોત નિપજ્યા છે. આજે ખાન ખીજડિયા સીમ વિસ્તારમાં આવેલા પ્રફુલભાઈ માવજીભાઈ બોરડના ખેતરમાં વધુ એક દુખદ ઘટના બની હતી, જેમાં 4 થી 5 હિંસક શ્વાનોના ટોળાએ મગનભાઈ બારૈયા નામના ખેતમજૂરના 7 વર્ષના પુત્ર રોમિત પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. સતત બની રહેલી હુમલાની આ ઘટનાઓને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોમાં આ શ્વાનોના ત્રાસને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર નાના બાળકોને શિકાર બનાવતા આ શ્વાનોને પકડવા અથવા તેમના પર નિયંત્રણ લાવવા માટે ગ્રામજનો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક માંગ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષે જીવ ગુમાવવો ન પડે.

ઓઢવમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ પર પોલીસનો દરોડો

June 1, 2026 8:48 pm

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના એક મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓઢવમાં આવેલી 'વનિતા મેટલ' નામની દુકાનમાં ગેસનું ગેરકાયદે રિફિલિંગ થતું હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 2.61 લાખ રૂપિયાની કિંમતના કુલ 79 LPG ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે.પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને ઉદયસિંહ ઉર્ફે દિનેશ રાજપૂતની ધરપકડ કરી છે. રહેણાંક કે વ્યવસાયિક વિસ્તારમાં આવી રીતે ગેસના સિલિન્ડર સાથે ચેડા કરવા તે લોકોના જીવ માટે જોખમી બની શકે છે, જેના કારણે આ કાર્યવાહી મહત્વની માનવામાં આવે છે. હાલ ઓઢવ પોલીસે પકડાયેલા શખ્સની વધુ પૂછપરછ શરૂ કરી આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.

પોશ વિસ્તારોમાં તંત્રની મેગા ડ્રાઈવ, ગેરકાયદે દબાણો અને બાંધકામ દૂર કરાયા

June 1, 2026 8:28 pm

અમદાવાદના પોશ વિસ્તારોમાં જાહેર માર્ગોને અવરોધમુક્ત કરવા માટે તંત્ર દ્વારા વ્યાપક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જજીસ બંગ્લોઝ રોડ, એસ.જી. હાઇવે અને થલતેજ જેવા વ્યસ્ત વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવેલા 42 વાહનો સામે કાર્યવાહી કરીને નિયમભંગ કરનારાઓ પાસેથી 21,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દબાણકર્તાઓ પાસેથી 4 લારીઓ અને 12 કેરેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. શહેરમાં ચાલી રહેલી આ કામગીરી અંતર્ગત બોપલ વિસ્તારમાં પણ સખત વલણ અપનાવવામાં આવ્યું હતું. અહીં આશરે 450 ચોરસ મીટરનું ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ ઝુંબેશના પરિણામે કુલ 6,500 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે. જાહેર માર્ગો પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને માર્ગોને અવરોધમુક્ત રાખવા માટે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન અભિયાન ચાલુ રાખવામાં આવશે.

નગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના, શહેરી વિકાસ માટે નવી ટીમ કાર્યરત

June 1, 2026 8:26 pm

હિંમતનગરમાં સ્થાનિક ચૂંટણી બાદ નગરપાલિકાની પ્રથમ મહત્વની સભા નલિનકાંત ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. આ સભામાં પાલિકાના વિવિધ વિભાગોનું સંચાલન કરવા માટે વિવિધ સમિતિઓની સત્તાવાર ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકાના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરી વિકાસને વેગ આપવા માટે નગર નિયોજન, આરોગ્ય અને મિકેનિકલ સમિતિની રચના કરવામાં આવી છે. આ સાથે ગટર, ટાઉન હોલ, દબાણ હટાવ અને ફાયર સમિતિના હોદ્દેદારો પણ જાહેર કરવામાં આવ્યા હતા. સભામાં પાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. નવી સમિતિઓની વરણી સાથે હવે હિંમતનગરના વિકાસના કામોમાં ગતિ આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકી

June 1, 2026 8:10 pm

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ધમકીના સમાચાર મળતા જ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે ક્લબ પરિસરમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે ક્લબની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આ ધમકી કોના દ્વારા આપવામાં આવી હતી.

આણંદ કૃષિ યુનિવર્સિટીનો દબદબો: IIRF ઇન્ડિયા રેન્કિંગ 2026માં મેળવ્યો 13મો ક્રમ

June 1, 2026 7:41 pm

IIRF ઇન્ડિયા રેન્કિંગ 2026માં આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) એ ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ રેન્કિંગમાં AAUએ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ અને દેશભરમાં 13મો ક્રમ પ્રાપ્ત કરીને કૃષિ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું છે. યુનિવર્સિટી દ્વારા છેલ્લા 3 વર્ષથી પોતાની આ સિદ્ધિ અને શ્રેષ્ઠ સ્થિતિ જાળવી રાખવામાં આવી છે. આ સફળતા પાછળ યુનિવર્સિટીની શિક્ષણ પદ્ધતિ, નવીન સંશોધનો અને ખેડૂતલક્ષી કામગીરી મુખ્ય કારણો રહ્યા છે. ખેતી અને બાગાયત ક્ષેત્રે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતા સતત પ્રયાસોને આ રેન્કિંગ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિના કારણે સમગ્ર રાજ્યના કૃષિ શિક્ષણ ક્ષેત્રમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ધોરણ-10 અને 12 ની પૂરક પરીક્ષા માટે હેલ્પલાઇન સેવા શરૂ

June 1, 2026 7:03 pm

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 ની પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓની મદદ અર્થે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. આ પરીક્ષાઓ આગામી તા. 11 જૂન, 2026 થી 20 જૂન, 2026 દરમિયાન યોજાનાર છે.પરીક્ષાર્થીઓના માર્ગદર્શન અને પરામર્શ માટે આ હેલ્પલાઇન સેવા તા. 03 જૂન થી 20 જૂન, 2026 સુધી કાર્યરત રહેશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાને લગતી કોઈપણ માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પર સંપર્ક કરી શકશે. આ સેવા દરરોજ સવારે 11:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. હેલ્પલાઇન પર નિષ્ણાત કાઉન્સેલરો અને સાયકોલોજિસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી પરામર્શ આપવામાં આવશે, જેથી તેઓ તણાવમુક્ત રહીને પરીક્ષા આપી શકે.

અમદાવાદ: વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ, હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસની કામગીરી હાથ ધરાઈ

June 1, 2026 6:54 pm

અમદાવાદમાં આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા અંતર્ગત હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસની કામગીરીનો સત્તાવાર પ્રારંભ થયો છે. આ મેગા પ્રોજેક્ટમાં શહેરના અંદાજે 10,700 બ્લોકને આવરી લેવામાં આવશે, જેના માટે 13,000 થી વધુ ગણતરીદારો અને સુપરવાઇઝરોની ટીમ ફિલ્ડમાં ઉતરી છે. આ તબક્કામાં મકાનોનું નંબરિંગ, નકશા નિર્માણ અને ઘરની યાદી તૈયાર કરવામાં આવશે.આ ગણતરી દરમિયાન ઘરોમાં ઉપલબ્ધ પાણી, વીજળી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓની માહિતી એકત્ર કરવામાં આવશે. સાથે જ, કુટુંબના વડા અને પરિવારના સભ્યોની પ્રાથમિક વિગતો પણ નોંધાશે. AMC દ્વારા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગણતરીદારોના ઓળખપત્રની ચકાસણી કરી આ રાષ્ટ્રીય કાર્યમાં સંપૂર્ણ સહકાર આપે. સેન્સસ એક્ટ-1948 હેઠળ એકત્રિત કરાયેલી તમામ માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવાની ખાતરી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

એમડી ડ્રગ્સ કેસમાં કોર્ટનો મોટો નિર્ણય

June 1, 2026 6:46 pm

ભાવનગરની કોર્ટે વર્ષ ૨૦૨૪ના એમડી ડ્રગ્સના એક મહત્વના કેસમાં ચુકાદો આપતા ૪ આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૪માં વેળાવદર ભાલ પોલીસ મથક વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે ૭ શખ્સો ઝડપાયા હતા. આ કેસમાં સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો અને મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે ૪ આરોપીઓને તકસીરવાન ઠેરવી આ આકરો હુકમ કર્યો છે.

પાણીના મુદ્દે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ લાલઘૂમ

June 1, 2026 6:37 pm

શહેરા: પાણીના મુદ્દે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ લાલઘૂમ, અધિકારીઓ અને સરપંચોને આપી કડક ચીમકી શહેરા તાલુકામાં પાણીની સમસ્યા અને સરકારી ગ્રાન્ટના વહીવટને લઈને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. તેમણે તાલુકાના અધિકારીઓ અને સરપંચોની બેઠક બોલાવી ગ્રાન્ટના ઉપયોગમાં ચાલતી અનિયમિતતા બદલ ઉધડો લીધો હતો. ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, હવે ગ્રામ પંચાયતોમાં કોઈપણ પ્રકારની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં. 'નળ સે જળ' યોજનાની ૧૨૫ કરોડની ગ્રાન્ટ છતાં લોકોને પાણીની હાલાકી ભોગવવી પડતી હોવાથી જેઠાભાઈએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આદેશ આપ્યો હતો કે હવે માત્ર કાગળ પર નહીં, પરંતુ રૂબરૂ ગ્રામસભા યોજવી પડશે અને ગ્રાન્ટ તેમજ કામની વિગતો જાહેરમાં મૂકવી પડશે. ગ્રાન્ટના તમામ કામોની હવે સમિતિ દ્વારા તપાસ કરવામાં આવશે. ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી હતી કે, ભૂલ સુધારી અધૂરા કામો તાત્કાલિક પૂર્ણ કરો, અન્યથા તપાસમાં દોષિત જણાશો તો જામીન પણ મળશે નહીં.

સુરતમાં ગેસ કનેક્શન કૌભાંડનો પર્દાફાશ, મૃતકોના નામે થતું હતું ગેસનું બુકિંગ

June 1, 2026 6:27 pm

સુરતના કડોદરા અને ચલથાણ વિસ્તારમાં ગેસ સિલિન્ડરના કાળાબજારનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. અહીં એજન્સીઓ દ્વારા વર્ષો પહેલા મૃત્યુ પામેલા ગ્રાહકોના નામે ગેસ કનેક્શન સક્રિય રાખીને સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું ખુલ્યું છે. આ બોગસ કનેક્શન દ્વારા ગેસનું બારોબાર વેચાણ કરવામાં આવતું હતું. કૌભાંડની ગંભીરતાને જોતા બારડોલીના મામલતદાર કલ્પના પટેલે ગેસ એજન્સી પર તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, જે વ્યક્તિનું ૨૦૨૫માં અવસાન થયું હતું, તેના નામે ડિસેમ્બર સુધી ગેસનું બુકિંગ ચાલુ રહ્યું હતું. કૌભાંડ બહાર આવતા જ એજન્સીએ પોતાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી અજાણ હોવાનો લૂલો બચાવ કર્યો છે. હવે જોવાનું એ છે કે તંત્ર આ કૌભાંડીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરશે કે પછી મામલાને માત્ર કાગળ પર જ દબાવી દેવામાં આવશે.

જસદણ નપા હુમલા કેસમાં પાટીદાર સમાજનો આક્રોશ

June 1, 2026 6:03 pm

જસદણમાં ભાજપ મહિલા સદસ્યના પતિ પર થયેલા જીવલેણ હુમલાને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં નગરપાલિકાના બે કર્મચારીઓ અને તેમના સાગરીતોની સંડોવણી સામે આવતા પાટીદાર સમાજ આક્રમક બન્યો છે. આ મુદ્દે લાતી પ્લોટ ખાતે દિનેશ બાંભણિયાની ઉપસ્થિતિમાં વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આરોપીઓ જામીન પર મુક્ત થતા સમાજમાં નારાજગી વ્યાપી છે. વિરોધ પ્રદર્શનના ભાગરૂપે એક રેલીનું આયોજન કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદન દ્વારા હુમલાખોર કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાતભરના પાટીદારો જસદણ ઉમટી પડશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

જસદણ નપા હુમલા કેસમાં પાટીદાર સમાજનો આક્રોશ

June 1, 2026 6:03 pm

જસદણમાં ભાજપ મહિલા સદસ્યના પતિ પર થયેલા જીવલેણ હુમલાને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં નગરપાલિકાના બે કર્મચારીઓ અને તેમના સાગરીતોની સંડોવણી સામે આવતા પાટીદાર સમાજ આક્રમક બન્યો છે. આ મુદ્દે લાતી પ્લોટ ખાતે દિનેશ બાંભણિયાની ઉપસ્થિતિમાં વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આરોપીઓ જામીન પર મુક્ત થતા સમાજમાં નારાજગી વ્યાપી છે. વિરોધ પ્રદર્શનના ભાગરૂપે એક રેલીનું આયોજન કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદન દ્વારા હુમલાખોર કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાતભરના પાટીદારો જસદણ ઉમટી પડશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

રાજકોટ ACP વી.જી. પટેલ સામે ગૃહ વિભાગનું એક્શન

June 1, 2026 6:02 pm

રાજકોટના ACP વી.જી. પટેલ સામે ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ફરજ દરમિયાન ગંભીર બેદરકારી દાખવવા બદલ તેમને નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, વડોદરામાં જુગારની રેડ દરમિયાન આરોપીઓને મદદગારી કરવાના કેસમાં આ પગલું લેવામાં આવ્યું છે. પોલીસ વિભાગમાં શિસ્તભંગની આ ઘટનાને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું છે, જેના કારણે સમગ્ર પોલીસ તંત્રમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

નવજાત શિશુને ત્યજી દેવાના મુદ્દે મહિલાની ધરપકડ

June 1, 2026 5:43 pm

સુરતના ચોકબજાર વિસ્તારમાં નવજાત શિશુને ત્યજી દેવાના કિસ્સામાં પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. અવધૂતનગર નજીકથી મૃત હાલતમાં મળી આવેલા નવજાત શિશુ મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, જેના પગલે આ મહિલા ઝડપાઈ હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ કબૂલાત કરી હતી કે પતિથી ગર્ભ રહી ગયા બાદ તેને અધૂરા માસે પ્રસૂતિ થઈ હતી અને સમાજમાં બદનામીના ડરથી તેણે નવજાત શિશુને કચરાના ઢગમાં પ્લાસ્ટિકની થેલીમાં નાખીને ત્યજી દીધું હતું. આ અત્યંત સંવેદનશીલ ઘટના બાદ પોલીસે મહિલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

છોટાઉદેપુરના બોડેલીમાં દૂષિત પાણીની સમસ્યા

June 1, 2026 5:39 pm

છોટાઉદેપુરના બોડેલીમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્ઞાનદીપ અને રામનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી નળ વાટે ગંદુ પાણી આવતા લોકોની મુશ્કેલીઓ વધી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ડ્રેનેજનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી ગયું છે, જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી રસ્તાઓ પર દુર્ગંધયુક્ત પાણી વહી રહ્યું છે. પીવાના પાણીની આ ગંભીર સમસ્યાને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે અને લોકોને પીવા માટે વેચાતું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોએ તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે કરવામાં આવેલા વિકાસના વચનો તંત્ર સાવ ભૂલી ગયું છે. આ ગંભીર સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માટે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે.

UPSC મા પસંદગી પામેલ ઉમેદવારોને કરાશે સન્માનિત.

June 1, 2026 5:37 pm

UPSC પરીક્ષામાં સફળતા મેળવનાર ઉમેદવારો માટે ખાસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. SPIPA દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં UPSC માં પસંદગી પામેલા 35 જેટલા તેજસ્વી ઉમેદવારોનું સન્માન કરવામાં આવશે. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહી સફળ ઉમેદવારોને પ્રોત્સાહિત કરશે. રાજ્યની સરકારી સંસ્થા SPIPA દ્વારા આયોજિત આ કાર્યક્રમ સફળ ઉમેદવારોની મહેનતને બિરદાવવા માટે એક મહત્વપૂર્ણ મંચ બની રહેશે.

મુન્દ્રા ડ્રગ્સ કેસનો આરોપી વધુ 6 દિવસના રિમાન્ડ પર

June 1, 2026 5:37 pm

મુન્દ્રા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી જુમા નાસીરના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે તપાસની જરૂરિયાતને ધ્યાને રાખી વધુ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેને વધુ 6 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપ્યો છે. હવે પોલીસ આ સમયગાળા દરમિયાન આરોપીની સઘન પૂછપરછ કરશે. આ ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલી અન્ય મહત્વની કડીઓ અને મોટા ખુલાસા થવાની સંભાવનાઓને પગલે તપાસની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

અમદાવાદના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે જીવલેણ હુમલો

June 1, 2026 5:37 pm

અમદાવાદના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે સાહિલ યુસુફ પટેલ ઉર્ફે શૈલુ પર 8 શખ્સોએ પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો છે. પોલીસ તપાસમાં આ હુમલો બે દિવસ પહેલા નારોલના ખ્વાજા નગર મેદાનમાં થયેલા ઝઘડાની જૂની અદાવતને કારણે થયો હોવાનું બહાર આવ્યું છે. વટવા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ફૈઝાન મિર્ઝા ઉર્ફે ફેઝુ અને મુજુબીલ શેખ નામના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ફૈઝાન મિર્ઝા સામે અગાઉ પણ મારામારીનો ગુનો નોંધાયેલો હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસે બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે.

હિંમતનગર નગરપાલિકામાં સર્જાયો મોટો વિવાદ

June 1, 2026 5:37 pm

હિંમતનગર નગરપાલિકામાં સમિતિઓની ફાળવણીને લઈને મોટો વિવાદ સર્જાયો છે. સામાન્ય સભા દરમિયાન સિનિયર કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે જાહેરમાં વિરોધ નોંધાવતા રાજકીય ગરમાવો આવ્યો છે. કોર્પોરેટરે સત્તાધારી પક્ષના નેતાઓના મળતિયાઓની ગોઠવણ થઈ હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે ભ્રષ્ટાચારની પોલ ખોલવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સમિતિની ફાળવણીના આ વિવાદને પગલે ભાજપ સંગઠનમાં પણ હડકંપ મચી ગયો છે.

અમદવાદ સાબરમતીમાં મહાસફાઈ અભિયાન

June 1, 2026 5:35 pm

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવતીકાલથી 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ સુધી 'મહાસફાઈ અભિયાન' શરૂ કરવામાં આવશે. મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આ અભિયાનનો પ્રારંભ થશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ સાબરમતી અને હરિયાળું અમદાવાદ બનાવવાનો છે. AMC અને SRFDCL દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાનાર આ ઝુંબેશમાં ગાંધી આશ્રમ, સુભાષબ્રિજ, ઉસ્માનપુરા અને અટલ ઘાટ જેવા મુખ્ય વિસ્તારોને આવરી લેવામાં આવશે.ચોમાસા પહેલા નદીના પટ અને રિવરફ્રન્ટ વિસ્તારમાંથી પ્લાસ્ટિક, કચરો અને જંગલી વનસ્પતિ દૂર કરવામાં આવશે. નદીમાં પાણી છોડતા પહેલા આ સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. નદીના બંને કાંઠે વિશેષ ટીમો તૈનાત રહેશે. મેયર હિતેશ બારોટે આ અભિયાનમાં જોડાવા માટે તમામ NGOs અને જાગૃત નાગરિકોને અપીલ કરી છે.

વલસાડના વાપીમાં ખોદકામ દરમિયાન થયો બ્લાસ્ટ

June 1, 2026 5:17 pm

વલસાડના વાપીમાં ખોદકામ દરમિયાન ગેસ લાઇન અડકતા બ્લાસ્ટની ગંભીર ઘટના બની છે. કેબલ નાખવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ગેસ લાઇનને નુકસાન થતા વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટને પગલે નજીકની લક્ષ્મી હોટલમાં આગ લાગી હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માતમાં હોટલના બે કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હરિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર ફાઈટરોની ટીમે સમયસૂચકતા વાપરી આગ પર કાબૂ મેળવ્યો છે. હાલ તંત્ર દ્વારા આ આખી ઘટના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

જેતપુરમાં શિક્ષકોએ વસ્તીગણતરી સામે વિરોધ કર્યો

June 1, 2026 4:18 pm

જેતપુરમાં વસ્તીગણતરીની કામગીરી શિક્ષકોને સોંપવાના નિર્ણય સામે નગર પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ નોંધાવ્યો છે. શિક્ષકો પર સતત વધતા જતાં વધારાના કામના ભારણને લઈને શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંઘે મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદન આપી રજૂઆત કરી છે કે, કુલ 97માંથી 90 શિક્ષકોને આ કામગીરીમાં જોડી દેવાતા શાળાઓમાં બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. આવેદનમાં માંગ કરવામાં આવી છે કે વસ્તીગણતરીની કામગીરીમાં 50 ટકા સ્ટાફને મુક્તિ આપવામાં આવે અને અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓને પણ આ કામગીરીમાં સામેલ કરવામાં આવે. જો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. હાલ તંત્ર દ્વારા શિક્ષકો સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપવામાં આવી છે.

સુરત જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત

June 1, 2026 4:17 pm

સુરત જિલ્લામાં અકસ્માતનો ગમખ્વાર કિસ્સો સામે આવ્યો છે. માંગરોળના વેલાછા ગામે કોસંબા-માંગરોળ રોડ પર ડમ્પરને ઓવરટેક કરવા જતાં દંપતીનું મોપેડ કીચડમાં સ્લીપ થયું હતું. મોપેડ પર સવાર દંપતી રોડ પર પટકાયા હતા, તે દરમિયાન પાછળથી આવેલા ડમ્પરનું ટાયર તેમના પર ફરી વળ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં દંપતીનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને કોસંબા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. કોસંબા પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના આજવા રોડ પર કારે વૃદ્ધાને લીધા અડફેટે

June 1, 2026 4:00 pm

વડોદરાના આજવા રોડ પર અકસ્માતની કરુણ ઘટના સામે આવી છે. અહીં ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે પૂર ઝડપે આવી રહેલી એક કારે વૃદ્ધાને અડફેટે લીધા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધા હવામાં ફંગોળાયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ કારમાં વિદેશી નાગરિકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે કારચાલક સામે તપાસ શરૂ કરી છે.

રાજકોટના જસદણમાં ચવાણાના પેકેટમાંથી નીકળી ગરોળી

June 1, 2026 3:35 pm

રાજકોટના જસદણમાં ખાદ્યપદાર્થમાં ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં આટકોટના એક ગ્રાહકે ખરીદેલા 'ગોકુલ' કંપનીના ચવાણાના પેકેટમાંથી ગરોળી નીકળતા ખળભળાટ મચી ગયો છે. પેકેટ ખોલતા જ અંદરથી ગરોળી જોવા મળતા ગ્રાહક સ્તબ્ધ થઈ ગયા હતા. આ મામલે ગ્રાહકે સંબંધિત કંપની સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ગ્રાહકે કંપનીના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફૂડ પેકેટમાં આ પ્રકારની ગંભીર બેદરકારીને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષોમાં ભારતમાં ડિજિટલ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ

June 1, 2026 2:53 pm

સાયબર ક્રાઇમની વધી રહેલી ઘટનાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સતત ચિંતા વ્યક્ત કરી છે અને ડિજિટલ અરેસ્ટ સહિતના વિવિધ સાયબર ગુનાઓ સામે નાગરિકોએ ડર્યા વિના વધુ જાગરૂકતા સાથે ડિજિટલ પ્રક્રિયાઓ કરવા જણાવ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષોમાં ભારતમાં ડિજિટલ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ સર્જાઇ છે. ભારતમાં ઇન્ટરનેટના વપરાશકર્તાઓની સંખ્યા અત્યારે 100 કરોડથી પણ વધુ છે જે 11 વર્ષ પહેલા 25 કરોડ હતી. ઇન્ટરનેટ ઉપભોક્તાઓમાં વધારો અને પાર્લામેન્ટથી લઈને પંચાયતો સુધી ‘ભારતનેટ’ થી જોડાવું એ ડિજિટલ ઇન્ડિયાની બહુ મોટી સિદ્ધિ છે. બ્રોડબેન્ડ કનેક્શનમાં પણ 16 ટકાનો વધારો થયો છે. ભારત નેટ પરિયોજના હેઠળ 11 વર્ષ પહેલા માત્ર 546 પંચાયતો જોડાયેલી હતી, પરંતુ આજે 2 લાખથી વધુ ગ્રામ પંચાયતો આ પરિયોજના સાથે જોડાઈ ચૂકી છે. એવી જ રીતે UPI ટ્રાન્ઝેક્શનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના જણાવ્યા અનુસાર સાયબર સુરક્ષા હવે માત્ર આર્થિક સુરક્ષાનો મુદ્દો રહ્યો નથી; હવે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ જોડાઈ ગયો છે. તેથી આર્થિક, સામાજિક, વહીવટી અને રાષ્ટ્રીય સુરક્ષાના આયામોને મજબૂતીથી સુરક્ષિત કરવા અને આ ડિજિટલ ક્રાંતિને આગળ વધારવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.

RBI આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી કરશે

June 1, 2026 2:47 pm

મ્યૂલ અકાઉન્ટ સામેની આ કામગીરીને વધુ કાર્યક્ષમ અને પ્રોએક્ટિવ બનાવવાના હેતુથી, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના દિશાનિદર્શન અંતર્ગત ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન (IDPIC) દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીના ઉપયોગથી રિસ્ક સ્કૉરિંગ પ્રણાલી અમલમાં મુકવામાં આવી રહી છે. આ પ્રણાલી અંતર્ગત દરેક ટ્રાન્ઝેક્શનને લૉ રિસ્ક, મીડિયમ રિસ્ક અને હાઈ રિસ્ક તરીકે વર્ગીકૃત કરવામાં આવશે જેથી શંકાસ્પદ અકાઉન્ટની ઓળખ કરી શકાય. આ સ્કોરના આધારે વિવિધ બેન્કો જરૂરી કાર્યવાહી કરી શકે છે. IDPICને તેના માટે નોડલ એજન્સી તરીકે જવાબદારી આપવામાં આવી છે. શંકાસ્પદ અકાઉન્ટ અંગેની માહિતી વિવિધ બેન્કો વચ્ચે શેર કરવા માટે mulehunter.ai નામની રજીસ્ટ્રી પણ બનાવવામાં આવી છે.

ઓપરેશનના લીધે એટીએમ, ચેક દ્વારા ઉપાડમાં જોવા મળેલા ફેરફાર

June 1, 2026 2:47 pm

•ચેક દ્વારા ઉપાડમાં 75 ટકાનો ઘટાડો •માસિક ચેક ઉપાડ 126 કરોડથી ઘટીને 25 કરોડ થયા જે 80 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. •પ્રથમ લેયરના મ્યૂલ અકાઉન્ટ એટલે કે જ્યાં સૌથી પહેલા પૈસા જમા થાય છે તેવા અકાઉન્ટની સંખ્યામાં ઓગષ્ટથી ડિસેમ્બર 2025 સુધીમાં 30 ટકાનો ઘટાડો. •સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2025 સુધીમાં એટીએમ ઉપાડમાં 66 ટકા જેટલો ઘટાડો.

ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0ની મુખ્ય સિદ્ધિઓ

June 1, 2026 2:47 pm

•કુલ FIR : 565 •કુલ ધરપકડ : 638 •મ્યૂલ અકાઉન્ટ પર કાર્યવાહી: 913 •ગુનાઓની ઓળખ : 4052 (ગુજરાતમાં 491) •આર્થિક ફ્રોડ મૂલ્ય : રૂ.2289 કરોડ

ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0

June 1, 2026 2:47 pm

વર્ષ 2025માં ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડાઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર્સ અને સાયબર પોલીસ સ્ટેશનોને જોડવામાં આવ્યા હતા. આ ઓપરેશનનું દૈનિક મોનિટરિંગ કરીને પ્રોગ્રેસ રિપોર્ટ વડી કચેરીએથી લેવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસની ટીમે ઇન્ડિયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઈન દ્વારા મળેલા ડેટાને સંકલિત કર્યો હતો. આ ડેટા ઇન્ટેલિજન્સના આધારે તમામ જિલ્લાઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરીને ફિલ્ડ પર મળેલી ફરિયાદો માટે સપોર્ટ ટીમ બનાવવામાં આવી હતી. તમામ બેન્કોને રિયલ ટાઇમ ડેટા શેરિંગ માટે સૂચનાઓ આપીને યોગ્ય સંકલન કરવામાં આવ્યું હતું. આ રીતે ડેટા ઇન્ટેલિજન્સ અને યોગ્ય સંકલન દ્વારા મ્યૂલ અકાઉન્ટની ગુનાહિત પ્રવૃતિના મૂળ પર ઘા કરીને ગુજરાત પોલીસે અભૂતપૂર્વ પરિણામો પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.

શું છે મ્યૂલ અકાઉન્ટ ?

June 1, 2026 2:46 pm

મ્યૂલ એકાઉન્ટ એવા બેંક એકાઉન્ટ છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડીથી મેળવેલા નાણાં મેળવવા, ટ્રાન્સફર કરવા અને લૉન્ડરિંગ કરવા માટે કરે છે. જે વ્યક્તિ આ એકાઉન્ટ ધરાવે છે તેને "મની મ્યૂલ" તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતાઓની મદદથી સાયબર ગુનેગારો એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી દે છે. ગુજરાત પોલીસે આવા મ્યૂલ અકાઉન્ટની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવા માટે જ આ ઓપરેશન ચલાવ્યું છે. મ્યૂલ અકાઉન્ટ જાણીજોઈને અથવા અજાણતા સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક

June 1, 2026 2:46 pm

Gujarat Police : ગુજરાતના નાગરિકોને સાયબર ક્રાઇમ સામે સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાગરિકોની મહેનતની કમાણીના રૂપિયા સાયબર ગુનેગારોના હાથમાં ન જાય અને સાયબર ક્રાઇમાં સંડોવાયેલા ગુનેગારોને આકરી સજા મળે તે હેતુથી રાજ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન હાથ ધરીને નિર્ણાયક કામગીરી કરવામાં આવી છે. આ વ્યાપક કામગીરીના ભાગરૂપે મુખ્યમંત્રીના દિશાનિદર્શન અનુસાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં એક વિશેષ ઓપરેશન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું. Gujarat Police ના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરીને અલગ અલગ કેસમાં કુલ રૂ.2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ઉકાઈ જમણા કાંઠા નહેરમાં ડૂબતા બે યુવતી અને બાળકનો આબાદ બચાવ

June 1, 2026 2:26 pm

અંકલેશ્વરના સંજાલી ગામ નજીક નહેરમાં ન્હાવા ઉતરતા તણાયા હતા. અચાનક પગ લપસતા પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા. જાગૃત નાગરિકની સતર્કતાને લઇ ત્રણેયને ડુબતા બચાવી લેવાયા. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી ત્રણેયનો જીવ બચાવ્યો.

ગુજરાત હવામાન વિભાગની આગાહી

June 1, 2026 2:05 pm

આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી. વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી. 40 થી 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં રહે. અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે તેવું અનુમાન. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગુજરાત પર સક્રિય.

ભ્રષ્ટાચારી બાબુઓ પર ગુજરાત ACBનો સકંજો

June 1, 2026 1:51 pm

ACBએ લાંચિયા અધિકારી અશ્વિન ચૌધરીને ઝડપ્યો. સોલાર પ્રોજેક્ટની મંજૂરી માટે લીધી હતી 5.51 લાખ લાંચ. તપાસમાં અધિકારીના ઘરમાંથી મળી કરોડોની રોકડ. ઉદ્યોગ ભવનમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક હતો અશ્વિન ગાંધીનગર અને સુરતના ઘરેની 1.76 કરોડ મળ્યા. 88.82 લાખની કિંમતના દાગીના પણ મળી આવ્યા. પરિવાર, આરોપીની લોકર, એકાઉન્ટની થશે તપાસ. તપાસ વગર સોલાર પ્રોજેક્ટની ફાઈલ મંજૂર કરી હતી. અત્યાર સુધીમાં 100 ફાઈલ ક્લિયર કર્યાનો ધડાકો. તપાસમાં કરોડો રૂપિયાની બેનામી મિલકત મળી શકે છે. ગુજરાત ACB દ્વારા સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ.

હવામાન વિભાગ દ્વારા આગામી 4 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે

June 1, 2026 1:51 pm

સરકાર દ્વારા ખેડૂતો અને APMCને માલ સુરક્ષિત સ્થળે રાખવા તથા સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ડીસા APMC દ્વારા પણ લાઉડ સ્પીકર મારફતે તમામ વેપારીઓ અને પેઢીઓને ખેડૂતોનો માલ શેડની અંદર અને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના અપાઈ છે પરંતુ આ સૂચનાઓને જાણે કોઈ ગંભીરતાથી લેવામાં આવી નથી. માર્કેટયાર્ડમાં આજે પણ ખેડૂતોનો મહામૂલો માલ ખુલ્લા આકાશ નીચે પડ્યો છે. જો અચાનક વરસાદ તૂટી પડે તો ખેડૂતોની મહિનાઓની મહેનત પાણીમાં વહી જવાની ભીતિ સેવાઈ રહી છે.અનેક વેપારીઓ દ્વારા આ સૂચનાઓની અવગણના કરવામાં આવી રહી હોવાનું દૃશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

દ્વારકાના શિવરાજપુર બીચ પર ન્હાવા પર પ્રતિબંધ

June 1, 2026 1:51 pm

દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે લગાવ્યો પ્રતિબંધ. 30 જુલાઈ 2026 સુધી જાહેરનામું અમલમાં રહેશે. નિયનનો ભંગ કરનાર સામે થશે શિક્ષાત્મક કાર્યવાહી.

કેન્દ્ર સરકારનો રૂ આયાત ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણય

June 1, 2026 1:50 pm

પાંચ મહિના માટે નાબુદ કરતા કપાસ ખેડૂતો નાખુશ. ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતોને મોટું આર્થિક નુકસાન. વિદેશી કપાસની આયાતથી સ્થાનિક બજાર ભાવ ઘટશે. સ્થાનિક ભાવ ઘટતા ખેડૂતો ઉત્પાદન ઘટાડવા મજબૂર. 1 જાન્યુઆરીથી વસૂલાતી 11 ટકા ડ્યુટી ચાલુ રાખવા માગ. વિશ્વ બજારમાં સ્પર્ધા ટકાવવા રજૂઆત કરવામાં આવી.

પંજાબના લુધિયાણામાં નટ બોલ્ટની ફેક્ટરીમાં ગેસ ગળતરથી 3 લોકોના મોત

June 1, 2026 1:50 pm

જેમાં પિતા-પુત્ર અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે. કેટલાક કામદારને ગેસની અસર થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. કામગીરી દરમિયાન અચાનક પાઈપલાઈનમાં લીકેજના કારણે ઝેરીલો ગેસ ફેક્ટરી પરિસરમાં ફેલાયો હતો. ગેસ ગળતરના કારણે કામદારોને આંખોમાં બળતરા, શ્વાસ રૂંધાવા જેવી સમસ્યા થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. તંત્ર દ્વારા ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં CM શુભેન્દુ કેબિનેટમાં એક ચોંકાવનારું નામ કલિતા માઝીનું સામે આવ્યું છે

June 1, 2026 1:50 pm

પૂર્વ બર્દવાનની ઔશગ્રામ બેઠકથી ચૂંટણી જીતનાર કલિતા માઝીને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.કલિતા માઝીનું જીવન ઘણું સંઘર્ષપૂર્ણ રહ્યું છે.રાજનીતિમાં આવતા પહેલા કલિતા ઘરોમાં નોકરાણી તરીકે કામ કરતા હતા અને તેમની મહિનાની કમાણી માત્ર 2500 રૂપિયા હતી. પરિવાર ચલાવવા માટે તેમણે આ કામ કર્યુ હતું.જ્યારે તેમના પતિ પ્લમ્બર તરીકે કામ કરતા હતા.કલિતાએ વિધાનસભાની ચૂંટણીમાં 12,535 મતની લીડથી જીત્યા હતા...અને હવે તેઓ રાજ્યની ભાજપ સરકારમાં મંત્રી બન્યા છે.

કોમર્શિયલ ગેસની બોટલના ભાવમાં વધારો

June 1, 2026 1:49 pm

કોમર્શિયલ ગેસની બોટલના ભાવમાં 50 રૂપિયાનો વધારો. સતત ભાવ વધારાથી ખાણીપીણીના વેપારીઓમાં ચિંતા, ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ભાવ વધારો થઇ શકે. ગેસના ભાવ વધવાથી સીધી અસર લોકો પર પડે છે .

દિલ્હીના ITOમાં શિક્ષણ મંત્રાલયની ઓફિસમાં આગની ઘટના મુદ્દે રાજકારણ તેજ થયું

June 1, 2026 1:49 pm

સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરમાં આગની ઘટના અંગે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશ આગની ઘટનાને સંદિગ્ધ ગણાવી છે.પરીક્ષા વિવાદ વચ્ચે આગ મુદ્દે અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ સવાલ ઉઠાવ્યા છે અને તપાસની માગ કરી છે.બિલ્ડીંગના બીજા માળે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.

ગાંધીનગરના વિદ્યુત નિરીક્ષક લાંચ કેસ: ACBનું વેસુમાં સર્ચ, લાખોની રોકડ અને કરોડોના દાગીના જપ્ત

June 1, 2026 1:36 pm

ગાંધીનગરના વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીની સોલાર પ્રોજેક્ટની ફાઇલ પાસ કરવા બદલ ₹5.51 લાખની લાંચ લેતા ધરપકડ બાદ ACBની તપાસ તેજ બની છે. ગત રોજ સુરતના વેસુ સ્થિત શિલ્પ રેસીડેન્સીના ફ્લેટ નં. 405માં ACBની ટીમે અઢી કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન અહીંથી કરોડો રૂપિયાની જ્વેલરી અને રોકડ રકમ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં અધિકારીએ અત્યાર સુધી 100થી વધુ ફાઇલો પાસ કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જે આ કેસમાં હજુ મોટા ખુલાસા થવાની શક્યતા દર્શાવે છે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹50નો ધરખમ વધારો: વેપારીઓ અને સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો

June 1, 2026 1:35 pm

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹50નો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. સતત થઈ રહેલા આ ભાવ વધારાને પગલે હોટલ અને ખાણીપીણીના વેપારીઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગેસના ઊંચા ભાવને કારણે આગામી દિવસોમાં ખાણીપીણીની ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની શક્યતા છે. આ ભાવ વધારાની અંતિમ અસર સીધી રીતે સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે, જે મોંઘવારીમાં વધુ એક ડામ સમાન છે.

સુરતમાં CNGના ગેસના ભાવ વધારાની અસર

June 1, 2026 12:59 pm

ડિંડોલી વિસ્તારમાં રીક્ષા ચાલકોની હડતાળ. વહેલી સવારથી લોકો ચાલતા અને બસમાં મુસાફરી કરવા મજબુર. સીટી બસમાં લોકોની જીવના જોખમે મુસાફરી. રીક્ષા ચાલકો લોકોને રિક્ષામા પેસેન્જરો નથી બેસાડી રહ્યા,CNG ભાવ વધારાના કારણે રીક્ષા ચાલકોને હાલાકી, રિક્ષા ભાડામાં 5 રૂપિયાનો વધારો કરવાની માગ, સુરતમાં મોટા પ્રમાણમાં ઓટો રીક્ષાની સંખ્યા.

મોરબીમાં દારૂના કેસમાં ફરાર આરોપી મંત્રીની ઓફિસમાં દેેખાયો

June 1, 2026 12:13 pm

મંત્રી કાંતિ અમૃતિયાની ઓફિસમાં દારૂના કેસનો આરોપી. દારૂની ભઠ્ઠીના કેસનો આરોપી મંત્રીની ઓફિસમાં જોવા મળ્યો. આરોપી રજની પટેલ 19 મેથી દારૂના કેસમાં છે ફરાર. મંત્રીના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ થયો હતો વીડિયો. 600 લીટર દેશી દારૂના આથો ઝડપાવવાના કેસમાં છે ફરાર.

અમદાવાદનાં નવા નરોડામાં ક્રિકેટ રમવા બાબતે મારામારી

June 1, 2026 11:54 am

મહિલા બેટ લઈને સિકયુરિટી ગાર્ડ પર તૂટી પડી. અગાઉ સિકયુરિટી ગાર્ડે બાળકોને ક્રિકેટ રમતા ધમકાવ્યા હતા. ધમકાવ્યા બાદ બાળકોને મારવાનો કર્યો હતો પ્રયાસ.

દેશની IIT અને NIT માં પ્રવેશ માટેની JEE એડવાન્સનું પરિણામ જાહેર

June 1, 2026 11:50 am

1.87 લાખ પૈકી 56880 વિધાર્થીઓ ક્વોલીફાય. 17 મે ના રોજ યોજાઈ હતી JEE એડવાન્સની પરીક્ષા. IIT, NIT સહિતની સંસ્થાનો માટે લેવાય છે JEE ની પરીક્ષા. દિલ્હીના શુભમ કુમાર દેશમાં પ્રથમ.

રાજકોટમાં ગુજરાત ફર્સ્ટ ના અહેવાલની ધારદાર અસર

June 1, 2026 11:41 am

રહેણાંક મકાનના કોમર્શિયલ ઉપયોગ થતો હશે તો કાર્યવાહી થશે. ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કરી વાસ્તવિકતા બતાવી હતી. ગીચ વિસ્તારમાં 10 હાજરથી વધુ ગેસ બાટલા ઉપયોગ થાય છે. મેયર દ્વારા ફાયર અધિકારી અને વેપારીઓ સાથે બેઠક કરી. ફાયર સાધનો વસાવા માટે સૂચના આપવામાં આવી. અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોને નોટિસ આપી દેવામાં આવી છે. સોની બજારમાં તમામ પોતાની દુકાનોમાં ફાયર સેફ્ટી ના સાધનો વસાવવા પડશે. આગ લાગે ત્યારે ફાયર ટીમ પહોંચવા મુશ્કેલીઓ પડે છે. આગમાં સ્થાનિક કક્ષાએ આગ બુઝાવી શકી તે જરૂરી.

ગાંધીનગર વિધુત નિરીક્ષક કચેરીના ક્લાસ વન ઓફિસર લાંચ લેતા ઝડપાયા

June 1, 2026 11:23 am

AB ચૌધરી પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા. સોલાર પેનલ નાખવા માટે માગી હતી લાંચ. અધિકારી AB ચૌધરીની કારમાંથી મળી આવ્યા રૂપિયા. અધિકારીની અટકાયત કરી ACB વધુ તપાસ હાથ ધરી.

ગીર જંગલમાં સિંહના મોતનો મામલો

June 1, 2026 11:10 am

પોરબંદર DCF ચિરાગ ચાંદકુંડેનું નિવેદન. "બરડા અભ્યારણ્યમાં 17 સિંહો વસવાટ કરે છે". "તમામ સિંહોની સ્થિતિ અંગે સતત મોનિટરિંગ ચાલુ". "સ્ટાફ અને ટ્રેકર સિંહોની મુવમેન્ટ અંગે નજર રાખી રહ્યાં છે" "મેડિકલ સ્ટાફ અને દવાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે" હાલમાં કોઇ સિંહમાં બિમારીના લક્ષણ નથીઃ DCF.

આણંદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો

June 1, 2026 11:09 am

વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ. પવન અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસ્યો. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. તેજ પવનથી કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. વરસાદ થતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ.

સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો

June 1, 2026 11:09 am

જિલ્લા ભાજપ પ્રમુખને 15 સભ્યોએ રાજીનામાનો પત્ર મોકલ્યો. સામૂહિક રાજીનામાનો સહીવાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ. મહિલા પ્રમુખ અનિતા પંડ્યા અને તેના પતિ સામે મનમાનીના આરોપ. પ્રમુખ પદ માટે શરુઆતથી જ ખેંચતાણનો સર્જાયો હતો માહોલ. એકસાથે 15 સભ્યોના વિરોધથી ભાજપ સંગઠનમાં પણ ચર્ચા. ભાજપ સંગઠન દ્વારા મામલાને થાળે પાડવા કવાયત શરૂઃ સૂત્ર. પ્રાંતિજ નગરપાલિકામાં 24માંથી 16 બેઠકો પર ભાજપનો કબજો. 19પૈકી 15 કોર્પોરેટરોએ પ્રમુખ વિરુદ્ધ રાજીનામાનો પત્ર વાયરલ.

ઈરાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં અમેરિકી MQ1 ડ્રોન તોડી પાડતા અમેરિકાએ પલટવાર કર્યો

June 1, 2026 11:09 am

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના ગોરુક શહેર અને કેશ્મ દ્વીપ પર હુમલો કર્યો છે. અમેરિકી સેનાએ ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે વન-વે એટેક ડ્રોનને નિશાન બનાવીને નષ્ટ કર્યા છે. અમેરિકાનો દાવો છે કે આ ડ્રોન પ્રાદેશિક દરિયાઈ માર્ગો પરથી પસાર થઈ રહેલા જહાજો માટે સીધો ખતરો બની રહ્યા હતા.

સામાન્ય વહીવટ વિભાગનો મહત્વનો પરિપત્ર

June 1, 2026 11:08 am

સરકારી કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ અંગે પરિપત્ર. નિવૃત કર્મચારી સામે ફરિયાદોમાં વિલંબ ટાળવા સૂચના. પ્રાથમિક તપાસનો અહેવાલ ઝડપથી મેળવવા પણ સૂચના. એક મહિનામાં આરોપીને આપવાની રહેશે કારણદર્શક નોટિસ. સમય મર્યાદામાં કાર્યવાહી ન થાય તો કર્મચારીની જવાબદારી નક્કી કરાશે.

સુરતના પીપલોદ વિસ્તારમાં ખેડૂત ઉપર હુમલો

June 1, 2026 10:58 am

બુકાનીધારીએ આવેલા ત્રણ લોકો દ્વારા હુમલો. 60 વર્ષીય નરેશ કોન્ટ્રાકટર ઉપર હુમલો. મોર્નિંગ વોક ઉપરથી ઘરે જતી વખતે થયો હુમલો. જમીન વિવાદમાં હુમલો થયા હોવાની વાત. ઉમરા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી.

મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો વધારો થયો?

June 1, 2026 10:04 am

મે મહિનાના બીજા ભાગમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે 8%નો વધારો થયો. માહિતી અનુસાર, 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે રૂ.3 અને રૂ.3.29 પ્રતિ લિટરનો વધારો થયો. ત્યારબાદ, 19 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 પૈસાનો વધારો થયો. 23 મેના રોજ પેટ્રોલના ભાવમાં 87 પૈસા અને ડીઝલના ભાવમાં 91 પૈસાનો વધારો થયો. અંતે, 25 મેના રોજ, પેટ્રોલ રૂ.2.61 અને ડીઝલ રૂ.2.71 મોંઘુ થયું.

પેટ્રોલ અને ડીઝલના ભાવ

June 1, 2026 10:04 am

IOCLના ડેટા અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે રૂ.102.12 અને રૂ.95.20 પ્રતિ લિટર પર યથાવત છે. કોલકાતામાં, પેટ્રોલનો ભાવ રૂ.113.51 અને ડીઝલનો ભાવ રૂ.99.02 છે. મુંબઈમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે રૂ.111.21 અને રૂ.97.83 પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં, પેટ્રોલનો ભાવ રૂ.107.77 અને ડીઝલનો ભાવ રૂ.99.55 પ્રતિ લિટર છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 101.83 રૂ. અને ડીઝલનો ભાવ 97.92 રૂ. સુરતમાં પેટ્રોલનો ભાવ 101.63 રૂ અને ડીઝલનો ભાવ 97.07 રૂ. છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 102.03 રૂ અને ડીઝલનો ભાવ 98.16 રૂ. વડોદરામાં પેટ્રોલનો ભાવ 101.46 રૂ. અને ડીઝલનો ભાવ 97.57 રૂ. છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો

June 1, 2026 10:04 am

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે. માહિતી અનુસાર, ગલ્ફ દેશોમાંથી બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 2.23 ટકા વધીને $93.15 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. દરમિયાન, યુએસ ક્રૂડ ઓઇલના ભાવ 2.67 ટકા વધીને $89.69 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. જેફરીઝના અહેવાલ મુજબ, ભારતીય પેટ્રોલિયમ કંપનીઓને ક્રૂડ ઓઇલના ભાવને બેરલ દીઠ $85 સુધી પહોંચવાની જરૂર છે. આગામી થોડા અઠવાડિયામાં આ અત્યંત અશક્ય લાગે છે. તેથી, તેમના નુકસાનને સરભર કરવા માટે, કંપનીઓને પ્રતિ લિટર રૂ.8 સુધી ભાવ વધારવાની જરૂર પડશે.

Petrol Diesel ના ભાવ સતત સાતમા દિવસે યથાવત

June 1, 2026 10:03 am

જૂનના પહેલા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જનતાને થોડી રાહત મળી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત સાતમા દિવસે યથાવત રહ્યા છે. તેનાથી વિપરીત, મે મહિનામાં 11 માંથી ચાર દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ભાવમાં આશરે 8%નો વધારો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા હોવા છતાં, પડોશી દેશોમાં ઇંધણના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દરમિયાન, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. IOCL ના ડેટા અનુસાર, 25 મે પછી દેશના કોઈપણ ભાગમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. અગાઉ, ક્રૂડ ઓઇલના ભાવમાં 11 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. સોમવારે, ગલ્ફ અને અમેરિકન ક્રૂડ ઓઇલના ભાવમાં 2 થી 2.50 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અગાઉ, 15 મે થી 25 મે દરમિયાન, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે 8 ટકાનો વધારો થયો હતો. ચાલો તમને એ પણ જણાવીએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં અને દેશના ચાર મહાનગરોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં કેવી રીતે ફેરફાર થયો છે.

ચોમાસા પહેલા પાલિકા એકશન મોડમાં

June 1, 2026 9:33 am

બેઝમેન્ટ અને ડી વોલની સલામતી મુદ્દે કડકાઈ. શહેરની 100 જેટલી બાંધકામ સાઇટ ને નોટિસ. બેદરકારી દાખવવામાં આવશે તો પોલીસ ફરિયાદની ચીમકી. ચોમાસા પહેલા બંને બાબતોને લઈ સલામતી નક્કી કરવા સૂચના. ગત વર્ષે ડી વોલ તૂટવાની બે ઘટના બની હતી, જે ઘટના બાદ પાલિકાની આંખ ઉઘડી.

દિલ્હીના સાકેત વિસ્તારમાં પાંચ માળની બિલ્ડીંગ ધરાશાયી થવાનો વીડિયો સામે આવ્યો છે

June 1, 2026 8:58 am

બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. કાટમાળ નીચે દટાયેલા 12 મેડિકલ વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેમાંથી એઈમ્સમાં દાખલ કરાયેલા લોકોન પૈકી 2ની હાલત ગંભીર છે. જ્યાં કાટમાળ પડ્યો હતો ત્યાં મેડિકલ વિદ્યાર્થીઓની કેન્ટિન આવેલી હતી. NDRF, DDMA, ફાયર સર્વિસ અને દિલ્હી પોલીસ સંયુક્ત રીતે હજુ પણ રાહત અને બચાવ અભિયાન ચલાવી રહ્યા છે.

રાજસ્થાનના જેસલમેરમાં ફરીથી રેતીનું વાવાઝોડું આવ્યું

June 1, 2026 8:58 am

દિવસ દરમિયાન અંધારું છવાઈ ગયું. બે દિવસ અગાઉ પણ રાજસ્થાનના 5 જિલ્લા શ્રીગંગાનગર, બીકાનેર, ચુરુ, હનુમાનગઢ અને સીકરમાં રેતીનું તોફાન આવ્યું હતું. તેની અસર લગભગ 200 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રહી. રેતીના તોફાનની શરૂઆત હનુમાનગઢ અને શ્રીગંગાનગરથી થઈ હતી. આ દરમિયાન 56 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું IPLને લઈને નિવેદન

June 1, 2026 8:57 am

BCCIની આખી ટીમને આયોજન બદલ અભિનંદનઃ હર્ષભાઈ અમદાવાદમાં ઐતિહાસિક મેચનું આયોજન થયુંઃ હર્ષભાઈ "દેશના ખૂણે ખૂણેથી ક્રિકેટ રસિકો અમદાવાદ આવ્યા""દેશભરમાંથી આવેલા મહેમાનોનું અમદાવાદમાં સ્વાગત""આશા છે કે અમદાવાદની મહેમાનગતિ સારી લાગી હશે""ગુજરાતી ભોજન મીઠું જરૂર હોય છે, પણ અમારો પ્રેમ પણ મીઠો"

ભારત અને અમેરિકા વચ્ચે દિલ્હીમાં ચાર દિવસીય મહત્વની બેઠક મળી રહી છે

June 1, 2026 8:57 am

જેમાં બંને દેશ વચ્ચે વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. ફેબ્રુઆરીમાં મળેલી બેઠકમાં સધાયેલી સહમતિ પર આગળ ચર્ચા કરવામાં આવશે. અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ બ્રેન્ડન લિંચ અને ભારતીય ટીમની કમાન વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ દર્પન જૈન કરી રહ્યાં છે. આ બેઠકમાં વચગાળાના કરારને કાનૂની રીતે અંતિમ સ્વરૂપ અપાશે. આ સાથે જ દ્વિપક્ષીય વેપાર કરાર હેઠળ અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વાટાઘાટોને આગળ વધારાશે. નિર્ધારિત માળખા હેઠળ ભારતે અમેરિકાના ઔદ્યોગિક માલસામાન અને કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા અથવા હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત 500 બિલિયન ડોલરના અમેરિકી ઉત્પાદનો ખરીદવા અંગે ચર્ચા છે.

આજથી ગુજરાતમાં શરૂ થશે વસ્તી ગણતરી-2027નો પ્રથમ તબક્કો

June 1, 2026 8:56 am

ગુજરાતમાં 3.74 લાખથી વધુ લોકોએ સ્વ-ગણતરીમાં ભાગ લીધો. 2011 બાદ પ્રથમ વખત દેશવ્યાપી વસ્તી ગણતરી હાથ ધરાશે. દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી જનગણના યોજાશે. 1 થી 30 જૂન દરમિયાન ઘર-યાદી અને મકાન ગણતરી (HLO)નો પ્રથમ તબક્કો. આવાસ, પાણી, શૌચાલય સહિત 33 મુદ્દાઓ અંગે માહિતી એકત્રિત કરાશે. ગુજરાતમાં 1.09 લાખથી વધુ ગણતરીદારો અને 18 હજારથી વધુ સુપરવાઇઝરો તૈનાત. જ્યારે વસ્તી ગણતરીનો બીજો તબક્કો 9 થી 28 ફેબ્રુઆરી 2027 વચ્ચે શરૂ થશે. બીજા તબક્કામાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે.

તંત્ર દ્વારા અગાઉ આપવામાં આવી હતી નોટિસ

June 1, 2026 8:34 am

તો તંત્ર દ્વારા અગાઉ આ મામલે નોટિસ આપવામાં આવી હતી અને સરકારી જમીન ખુલ્લી કરવામાં માટે નોટિસ હતી પરંતુ દબાણકર્તાઓ દ્વારા જગ્યા ખુલ્લી કરવામાં આવી ન હતી જેના કારણે તંત્ર અને પોલીસની હાજરીમાં જેસીબી મશીન ફરી વળ્યું હતુ અને જમીનને ખુલ્લી કરવામાં આવી હતી. આ મેગા ઓપરેશનને પગલે સ્થાનિક દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે વાહનચાલકોએ રસ્તો પહોળો થવાના નિર્ણયને આવકાર્યો છે. આગામી સમયમાં પણ વિરમગામમાં જે પણ સરકારી જમીન પર દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવામાં આવશે.

ધાર્મિક બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

June 1, 2026 8:33 am

વિરમગામ શહેર અને અમદાવાદ હાઈવે પર ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ અને રસ્તાઓ પહોળા કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિરમગામથી લઈને તિરંગા સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર રસ્તાને ભારે અડચણરૂપ એવા તમામ નાના-મોટા ધાર્મિક દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે વહેલી સવારથી જ વિરમગામ સહિત આજુબાજુના તમામ પોલીસ મથકોમાંથી 500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો સામે ફરી વળ્યું તંત્રનું બુલડોઝર, રૈયાપુર બહાર વિસ્તારમાં કરાઈ કામગીરી

June 1, 2026 8:33 am

Viramgam : અમદાવાદ-વિરમગામ હાઈવે પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને વિરમગામ હાઈવે પર વહેલી સવારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 3 ધાર્મિક દબાણો અને 7 દુકાનો દૂર કરવામાં આવી છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની હાજરીમાં તંત્રની મોટી કામગીરી સામે આવી છે જેમાં વિરમગામ રોડ પર આવેલ રૈયાપુર વિસ્તારમાં ગેરકાયદેસર જમીન પર બાંધકામ કરવામાં આવતા બુલડોઝર ફરી વળ્યું છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન 3 દરગાહ અને 7 દુકાનોના દબાણો હટાવવામાં આવ્યા છે. આશરે 3,500 સ્ક્વેર ફૂટથી વધુ જમીન ખુલ્લી કરાઈ છે અને પ્રશાસન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી ચાલુ છે.

ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ પીડિત યુવતીઓને આપવામાં આવતા હતા

June 1, 2026 7:58 am

ગ્રાહકો પાસેથી સ્પા એન્ટ્રી ફી ના રૂ. એક હજાર અને શરીર સંબંધ બાંધવા માટે ગ્રાહકદીઠ રૂ. પાંચ હજાર વસૂલતા હતા. આ રકમમાંથી એક હજાર પીડિત યુવતીઓને અપાતા અને બાકીના રૂ.ત્રણ હજાર સંચાલકો પોતાની પાસે રાખતા હતા. રેડ દરમિયાન સ્પાના કાઉન્ટર પરથી અને ડ્રોવરમાંથી પોલીસે રોકડા રૂપિયા તેમજ આરોપીઓ પાસેથી મોંઘા સ્માર્ટફોન જપ્ત કર્યા છે. પોલીસે સ્થળ પરથી સ્પાના આ ઉપરાંત સ્પાના કાઉન્ટરની નીચે પ્લાસ્ટિકની થેલીમાંથી વિદેશી બનાવટના 'બડવાઇ ઝર મેગ્નમ' બીયરના 6 સીલપેક ટીન મળી આવતા પોલીસે મેનેજર નરેશ રાણા સામે વધુ એક ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી કરી હતી.

ગ્રાહકદીઠ રૂ.3 થી 5 હજાર વસૂલાતા હતા

June 1, 2026 7:58 am

પોલીસે દરોડા પાડયા તે દરમિયાન સ્પામાંથી મહિલાઓ પણ મળી આવી હતી. મુંબઈ,આસામ,દિલ્હી,અમદાવાદની મહિલાઓને પોલીસે મુકત કરાવી હતી. તો છેલ્લા ઘણા સમયથી આ દેહવ્યાપાર ચાલતો હોવાની વાત સામે આવી છે. તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મસાજના બહાને દેહવ્યાપાર કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે. તો પોલીસે રેડ કરી તે દરમિયાન બીયરના ટીન પણ મળી આવ્યા હતા અને તેના કારણે સ્પાના સંચાલકો વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે.

Rajkot : સ્પામાં ચાલતો દેહવ્યાપાર ઝડપાયો, મેનેજર અને માલિક સામે પોલીસે નોંધી ફરિયાદ

June 1, 2026 7:58 am

રાજકોટના બસપોર્ટમાં સ્પાના નામે ચાલતા દેહવ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ડમી ગ્રાહક મોકલી પોલીસે આ પર્દાફાશ કર્યો છે અને છ જેટલી મહિલાઓને પોલીસે મુકત કરી છે. મહત્વનું છે કે, ડમી ગ્રાહક મોકલી પોલીસે આ પર્દાફાશ કર્યો છે અને રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી

June 1, 2026 7:36 am

ANI ની X પરની પોસ્ટ મુજબ, ઘરેલુ ગેસ સિલિન્ડર ધારકોને મોટી રાહત મળી છે. અહેવાલ મુજબ, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરિણામે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઘરેલુ LPGની કિંમત રૂ.913, કોલકાતામાં રૂ.939, મુંબઈમાં રૂ.912.50 અને ચેન્નાઈમાં રૂ.928.50 છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર 7 માર્ચે થયો હતો, જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.60નો વધારો થયો હતો. બીજી તરફ, નાના સિલિન્ડર એટલે કે 5 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ANI ની X પરની પોસ્ટ મુજબ, દિલ્હીમાં નાના સિલિન્ડરના ભાવમાં રૂ.11નો વધારો થયો છે, જેના કારણે ફ્રી ટ્રેડ LPGની કિંમત રૂ.821.50 થઈ ગઈ છે. આ કિંમતો આજથી અમલમાં આવી છે.

સતત સાતમી વખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

June 1, 2026 7:35 am

દિલ્હીમાં છ મહિનામાં સતત સાતમી વખત 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આંકાડ અનુસાર વાત કરીએતો જૂનમાં, દિલ્હીમાં 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં રૂ.42નો વધારો થયો હતો, જેના કારણે કિંમત રૂ.3113.50 થઈ હતી. કોલકાતામાં 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં રૂ.53.50નો વધારો થયો હતો, જેના કારણે કિંમત રૂ.3255.50 થઈ હતી. નોંધપાત્ર રીતે, આ છ મહિનામાં, દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.1533 અથવા 97%નો વધારો થયો છે, જે આ પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી.

LPG સિલિન્ડરના ભાવમાં સતત વધારો, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો નવો ભાવ રૂ. 3113.50

June 1, 2026 7:35 am

આ વર્ષે સતત સાતમા વર્ષે કોમર્શિયલ 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. આનાથી દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત રૂ.31 થી વધુ થઈ ગઈ છે. નોંધનીય છે કે, આ છ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત રૂ.1533 અથવા લગભગ 97% વધી છે. મધ્ય પૂર્વમાં તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે, ઇંધણ અને LPG ની સતત અછત જોવા મળી રહી છે. આ જ કારણ છે કે 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

તાપીના ઉચ્છલ તાલુકાના જામકી ગામના મીની ગોવા તરીકે જાણીતા સ્થળે યુવક ડૂબ્યો

June 1, 2026 6:55 am

મિત્રો સાથે ફરવા ગયેલા દીપક ગામીત નામનો યુવક ડૂબી જતા શોધખોળ હાથ ધરાઈ. ડૂબનાર યુવક સુરત ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું. લાપતા યુવકની ફાયર ના જવાનોએ શોધખોળ હાથ ધરી. મૂળ સોનગઢ તાલુકાના કિકાકુઇ ગામનો યુવક ફરવા ગયો હતો.

વડોદરાના ડેસર તાલુકાના ગુટરડી ગામે SOGની મોટી કાર્યવાહી

June 1, 2026 6:55 am

ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવતા પોલીસ હરકતમાં. ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરનાર ઇસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન. એસઓજીની ટીમે સ્થળ પરથી ગાંજાના છોડ કબજે લીધા. ઘટનાસ્થળે એફએસએલની ટીમ પણ પહોંચી. ગાંજાના છોડની સંખ્યા અને વજન અંગે તપાસ ચાલુ. ખેતર કોનું છે અને ગાંજાનું વાવેતર કોણે કર્યું તે અંગે તપાસ તેજ. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી, સમગ્ર મામલે તપાસ ચાલુ.

દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર રૂ. 42 મોંઘું થયું

June 1, 2026 6:54 am

દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો નવો ભાવ રૂ. 3,113.50. કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરમાં રૂ. 53.50નો વધારો. કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરનો નવો ભાવ રૂ. 3,255.50. 5 કિલોના ફ્રી ટ્રેડ ગેસ સિલિન્ડરમાં રૂ. 11નો વધારો. દિલ્હીમાં 5 કિલોનું 'છોટુ' સિલિન્ડર હવે રૂ. 821.50માં મળશે. સામાન્ય જનતા માટે ઘરેલુ વપરાશના સિલિન્ડરના ભાવ યથાવત.

રાજ્યમાં ડિગ્રી એન્જીનિયરિંગમાં પ્રવેશ માટે 47 હજાર વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન

June 1, 2026 6:53 am

1 એપ્રિલથી શરી થઇ હતી પ્રવેશ સંદર્ભે રજીસ્ટ્રેશ પ્રક્રિયા. રાજ્યમાં ડિગ્રી એન્જીનિયરિંગની 90 હજારથી વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા.

અમદાવાદના વસ્ત્રાપુરમાં વાહનની ટક્કરે વૃદ્ધનું મોત

June 1, 2026 6:53 am

27 મે ના રોજ બની સુંદરવન પાસે બની હતી અકસ્માતની ઘટના. A ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાઇ પોલીસ ફરિયાદ.

This Live Blog has Ended
Advertisement

.

×