હર્ષભાઇ સંઘવીએ કહ્યું 'વિકાસની ટ્રેન ચૂકી જશો તો પસ્તાશો!', સેમિકન્ડક્ટર બાદ ડેટા સેન્ટરમાં ગુજરાતની છલાંગ
Gujarat Data Center Policy: ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ ગુજરાતની નવી ડેટા સેન્ટર પોલિસી જાહેર કરી છે. ધોલેરામાં 10 ગીગાવોટના ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ માટે કામગીરી શરૂ થઈ છે. ગુજરાત સ્ટેબલ ગવર્મેન્ટ અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે રોકાણકારોની પ્રથમ પસંદગી છે. ઉદ્યોગો માટે સિનિયર આઈએએસ અધિકારીઓની નિમણૂંક કરાશે. મંત્રીએ કહ્યું કે, આ વિકાસની ટ્રેન જે ચૂકશે તે પસ્તાશે, કારણ કે ગુજરાત હવે વિશ્વમાં ટેકનોલોજીનું નવું હબ બની રહ્યું છે.
Advertisement
Gujarat Data Center Policy: ગુજરાત રાજ્ય હવે ટેકનોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે એક 'બ્રાન્ડ' બની ગયું છે. ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) ના નેતૃત્વમાં ભારતે સેમિકન્ડક્ટર મિશનમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. ગુજરાત સરકારે હવે 'ડેટા સેન્ટર પોલિસી' (Data Center Policy) જાહેર કરી છે, જે અંતર્ગત 7.5 ગીગાવોટની પોલિસી અમલી બનાવવામાં આવી છે. માત્ર ધોલેરા (Dholera) માં જ 10 ગીગાવોટના ડેટા સેન્ટર પ્રોજેક્ટ માટે પ્રસ્તાવ મળ્યા છે અને કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

