Farmers Protest News: ખેતરમાં વીજ લાઈન મુદ્દે સરકાર સક્રિય, કૃષિ મંત્રી જીતુભાઈનું મોટું નિવેદન
ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનોના મુદ્દે ખેડૂતોના સતત વિરોધને પગલે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે સરકાર ખેડૂતોની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ છે. ઉર્જા અને કૃષિ વિભાગ લાંબા ગાળાના ઉકેલ પર કામ કરી રહ્યા છે, જેની સમીક્ષા મુખ્યમંત્રી પોતે કરી રહ્યા છે. ખેડૂતોના હિતમાં ખૂબ જ ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય લેવાની ખાતરી આપવામાં આવી છે.
Advertisement
Farmers Protest News Update: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ખેતીલાયક જમીન પરથી પસાર થતી વીજ લાઈનો સામે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની રજૂઆત છે કે આ લાઈનોને કારણે તેમની જમીનનો ઉપયોગ મર્યાદિત બની જાય છે અને તેમને પૂરતું વળતર મળતું નથી. આ અંગે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટ કર્યું છે કે, સરકાર ખેડૂતોના આ પ્રશ્નને લઈને ગંભીર છે અને તે અંગે યોગ્ય ઉકેલ લાવવા માટે મથામણ કરી રહી છે.

