Rathyatra Cleanliness: સોલિડ વેસ્ટ મેનેજમેંટ વિભાગનું ખાસ આયોજન, 1 હજાર કર્મચારીઓ સફાઇની કામગીરીમાં લાગ્યા હતા
અમદાવાદની 149મી રથયાત્રામાં ભક્તિ સાથે સ્વચ્છતાનો પણ અદભૂત સમન્વય જોવા મળ્યો છે. નાગરિકોની જાગૃતિ અને મ્યુનિસિપલ તંત્રના સઘન આયોજનને કારણે 22 કિલોમીટર લાંબા રૂટ પર માત્ર 35 મેટ્રિક ટન કચરો જ ઉત્પન્ન થયો હતો. જેમાં 1 હજાર કર્મચારીઓ સફાઇની કામગીરીમાં લાગ્યા હતા
Advertisement
Ahmedabad Rathyatra Cleanliness: અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. લાખો શ્રદ્ધાળુઓની હાજરી હોવા છતાં, નાગરિકોની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિને કારણે 22 કિલોમીટર લાંબા રૂટ પરથી ફક્ત 35 મેટ્રિક ટન કચરો જ એકત્રિત થયો હતો.

