Ahmedabad Rathyatra: 149મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, જગતના નાથ ભગવાન જગન્નાથ નિજ મંદિરે પરત
અમદાવાદની 149મી ઐતિહાસિક રથયાત્રા આજે ભક્તિના રંગે રંગાઈને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. નગરચર્યા દરમિયાન લાખો ભક્તોને આશીર્વાદ આપીને ભગવાન જગન્નાથજી નિજ મંદિર પધાર્યા છે. આ આખાય રૂટ પર ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Advertisement
Ahmedabad Rathyatra Conclusion: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય અને ઐતિહાસિક રથયાત્રા આજે પરંપરાગત ભક્તિ અને અદભૂત શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરી અને પોતાના પ્રિય નગરવાસીઓના ખબર-અંતર પૂછીને જગતના નાથ ભગવાન જગન્નાથજી આજે મોડી સાંજે નિજ મંદિર ખાતે પરત પધાર્યા હતા.

