Amreli: સિંહ દર્શન કરવા ગયેલા યુવાનનું મોત, મેટિંગ પિરિયડ દરમિયાન કર્યો હુમલો
સિંહના હુમલામાં એક ૨૧ વર્ષીય યુવાનનું જીવ ગુમાવવું તે અમરેલી માટે એક આઘાતજનક ઘટના છે. સિંહ દર્શનના રોમાંચમાં યુવાનોએ પોતાના જીવને જોખમમાં મૂક્યો અને પરિણામ અત્યંત ભયાનક આવ્યું. વનવિભાગની કામગીરી અને સતત વધી રહેલા આવા બનાવો પાછળ જવાબદાર કોણ?
Advertisement
Amreli Lion Attack: અમરેલી (Amreli) જિલ્લાના લીલીયા (Liliya) તાલુકાના અંટાળીયા (Antaliya) નજીક રેવન્યુ અને રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિંહ-સિંહણના મેટિંગ પિરિયડ દરમિયાન સિંહ દર્શનના શોખમાં નજીક ગયેલા ૨૧ વર્ષીય યુવાન સોહીલ મેમણ (Sohil Memon) પર સિંહોના ટોળાએ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે.

