Kutch: અંજારમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, લાખોનો મુદ્દામાલ જપ્ત
કચ્છના અંજાર તાલુકાના સતાપર ગામે પૂર્વ કચ્છ એલસીબીએ એક ગુપ્ત દરોડામાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ગેરકાયદેસર પ્લાન્ટમાંથી કેમિકલ અને દારૂની હજારો બોટલો મળી આવી છે. બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે. પોલીસે કુલ 8.79 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આખા નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
Advertisement
Kutch Fake Liquor Factory: કચ્છના અંજાર તાલુકાના સતાપર ગામે ચાલતી ડુપ્લીકેટ વિદેશી દારૂની ફેક્ટરી પર પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ આકસ્મિક દરોડો પાડીને એક મોટા ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવાની સામગ્રી અને તૈયાર બોટલો સહિત કુલ રૂ. 8.79 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

