Chhotaudepur ની મુલાકાતે CM ભૂપેન્દ્રભાઇ પટેલ, સ્વ. મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું આગમન થયું હતું. પૂર્વ મંત્રી સ્વ. મોહનસિંહ રાઠવાના અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મુખ્યમંત્રી ખાસ અહીં પહોંચ્યા હતા. સ્વજનના નિધનથી શોકાતુર પરિવારને મળીને તેમણે ધીરજ બંધાવી હતી.
Advertisement
Mohansinh Rathwa Tribute Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતા પૂર્વ મંત્રી સ્વ. મોહનસિંહ રાઠવાના નિધન બાદ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ખાસ છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી. પાવી જેતપુર ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં મુખ્યમંત્રીએ સ્વ. રાઠવાના તસ્વીર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

