Chhotaudepur: સનાતન ધર્મના રંગે રંગાયું વાસણા ગામ, લોકોએ ગંગાજળ અને રામમંત્રની દીક્ષા લીધી
છોટાઉદેપુરના વાસણા ગામે સનાતન ધર્મની જ્યોત નવી રીતે પ્રગટી છે. આનંદવર્ધન આશ્રમના ઉદ્ઘાટન પ્રસંગે આદિવાસી સમાજના 25 લોકોનું સનાતન ધર્મમાં પુનરાગમન એ આ વિસ્તાર માટે એક ઐતિહાસિક ઘટના છે. પૂજ્ય શંકરાચાર્યજીના સાન્નિધ્યમાં લેવાયેલી રામમંત્રની દીક્ષા અને આશ્રમ દ્વારા હવે ગામે-ગામે પહોંચવાની તૈયારીઓ
Advertisement
Sanatan Dharma Conversion: છોટાઉદેપુર જિલ્લાના વાસણા ગામે આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. પૂજ્ય શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીના સાન્નિધ્યમાં અહીં 'આનંદવર્ધન આશ્રમ'નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી સમાજના 25 લોકોએ સ્વેચ્છાએ સનાતન ધર્મનો સ્વીકાર કર્યો હતો. શંકરાચાર્યજીની ઉપસ્થિતિમાં આ તમામ લોકોએ ગંગાજળ ગ્રહણ કરી અને રામમંત્રની દીક્ષા લઈને સનાતન ધર્મના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો.

