GPSC Exam 2026: ગુજરાત જાહેર સેવા આયોગની રવિવારે પરીક્ષા, દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ અને નિયમોમાં ફેરફાર
GPSC Exam 2026: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી રવિવારે વિવિધ સંવર્ગની મહત્વપૂર્ણ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓમાં એકાઉન્ટ ઓફિસર (Account Officer) અને ગુજરાત વહીવટી સેવા (Gujarat Administrative Service) ની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આસિસ્ટન્ટ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ (Assistant Conservator of Forest) ની ભરતી પરીક્ષા પણ તે જ દિવસે યોજાનાર છે.
GPSC Exam 2026: વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ
આ વખતની પરીક્ષામાં કુલ 75,487 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવશે. પરીક્ષાની કામગીરી સુચારુ રીતે પાર પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પરીક્ષાનો સમય સવારે 11:00 થી બપોરે 2:00 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. ઉમેદવારોને નિર્ધારિત સમય કરતાં વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવા સૂચના આપવામાં આવી છે.
દિવ્યાંગ ઉમેદવારો માટે અલગ-અલગ આયોજન
નોંધનીય બાબત એ છે કે, દિવ્યાંગ ઉમેદવારો માટે આયોગ દ્વારા અનેક સુવિધાઓ અને નિયમોમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા આપવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આયોગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા અને અન્ય સુવિધાઓ અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેથી પારદર્શક રીતે પરીક્ષાનું સંચાલન કરી શકાય. ઉમેદવારોએ પોતાના પ્રવેશપત્ર અને જરૂરી ઓળખપત્રો સાથે રાખવા આવશ્યક છે.
આ પણ વાંચો: Rajkot: સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાવાની શક્યતા, કલેક્ટરે સરકાર પાસે રૂ.18 કરોડની ગ્રાન્ટ માંગી
ગુજરાત જાહેર સેવા આયોગની રવિવારે યોજાશે પરીક્ષા
એકાઉન્ટ ઓફિસર, ગુજરાત વહીવટી સેવાની પરીક્ષા
આસિસ્ટન્ટ કન્ઝરવેટર ફોરેસ્ટની પણ યોજાશે પરીક્ષા#GPSC #GujaratExam #AccountOfficer #ForestExam #DivyangFacility #GPSC2026 #BreakingNews #LocalNews #GujaratFirst #EducationAlert #SundayExam pic.twitter.com/VmlnTTHBTa— Gujarat First (@GujaratFirst) June 4, 2026


