Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

GSEB board exam: GSEB દ્વારા પૂરક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર, વિદ્યાર્થીઓની સહાય માટે 1800 233 5500 પર કોલ કરી શકશે

પૂરક પરીક્ષાની તૈયારી કરી રહેલા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડે મહત્વની પહેલ કરી છે. પરીક્ષાના ભય કે તણાવને દૂર કરવા માટે નિષ્ણાતો સાથે વાતચીત કરવાની સુવિધા હવે ઘરબેઠાં મળી રહેશે. આગામી દિવસોમાં યોજાનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ વધુ આત્મવિશ્વાસ સાથે સફળતા મેળવી શકે તે માટે શિક્ષણ બોર્ડના આ ટોલ ફ્રી નંબર પર હવે ગમે ત્યારે માર્ગદર્શન મેળવી શકાશે.
gseb board exam  gseb દ્વારા પૂરક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર  વિદ્યાર્થીઓની સહાય માટે 1800 233 5500 પર કોલ કરી શકશે
Advertisement

GSEB Supplementary Exam Helpline: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષા (Supplementary Exam) ને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા એક ખાસ હેલ્પલાઇન સેવા (Helpline Service) શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સેવા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ માટે માર્ગદર્શનનું એક ઉત્તમ માધ્યમ બની રહેશે.

પૂરક પરીક્ષાઓ આગામી તા. 11 જૂનથી શરૂ

શિક્ષણ બોર્ડના સત્તાવાર કાર્યક્રમ મુજબ, ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષાઓ આગામી તા. 11 જૂન, 2026 થી શરૂ થઈને 20 જૂન,2026 સુધી લેવામાં આવશે. પરીક્ષાના આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મૂંઝવણ ન થાય, તે માટે હેલ્પલાઇન સેવા તા. 03 જૂનથી જ કાર્યરત થઈ જશે. વિદ્યાર્થીઓ તા.20 જૂન, 2026 સુધી આ સેવાનો લાભ લઈ શકશે.

Advertisement

GSEB board exam: બોર્ડ દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 5500 છે. વિદ્યાર્થીઓ કે વાલીઓ દરરોજ સવારે 11:00 કલાકથી સાંજે 6:00 કલાક સુધીના નિર્ધારિત સમય દરમિયાન ફોન કરીને નિષ્ણાતો સાથે વાત કરી શકશે. આ હેલ્પલાઇન પર વિષય નિષ્ણાતો (Subject Experts), અનુભવી કાઉન્સેલરો (Counselors) અને સાયકોલોજિસ્ટ (Psychologists) ની ટીમ ઉપલબ્ધ રહેશે.

Advertisement

પરીક્ષાને લઈને વિશેષ તૈયારી

પરીક્ષાના તણાવ (Exam Stress) ને દૂર કરવા, પરીક્ષા પદ્ધતિ વિશેની માહિતી મેળવવા અને તૈયારીને લગતા પ્રશ્નોના ઉકેલ માટે આ કાઉન્સેલિંગ સેવા અત્યંત ઉપયોગી સાબિત થશે. બોર્ડનું માનવું છે કે, યોગ્ય માર્ગદર્શન મળવાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ વધુ સારી રીતે પરીક્ષા આપી શકશે. શાળાઓ પણ તેમના વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે આ સેવાનો ઉપયોગ કરી શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષાના ટેન્શનથી મુક્ત કરી તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા અપાવવાનો ગુજરાત શિક્ષણ બોર્ડનો આ એક સરાહનીય પ્રયાસ છે. તમામ વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: સાબરમતી મહાસફાઈ અભિયાન, ચોમાસા પૂર્વે નદી કાંઠાની સફાઈનો પ્રારંભ

Tags :
Advertisement

.

×