LEEL Electricals Fraud: EDની મોટી કાર્યવાહી, રુપિયા. 112.90 કરોડની મિલકતો જપ્ત
LEEL ઇલેક્ટ્રિકલ્સ કેસમાં બેન્કિંગ જગતને હચમચાવી દેતી વિગતો સામે આવી છે. 376 કરોડની છેતરપિંડીના આરોપ હેઠળ ઘેરાયેલા પ્રમોટર ભારત રાજ પુન્જ પર EDનો ગાળિયો વધુ કસાયો છે. ગુજરાતથી લઈને અમેરિકાના ટેક્સાસ સુધી ફેલાયેલા આ આર્થિક કૌભાંડમાં EDએ જંગી મિલકતો જપ્ત કરીને કડક સંદેશ આપ્યો છે.
Advertisement
LEEL Electricals Fraud: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા LEEL ઇલેક્ટ્રિકલ્સ (LEEL Electricals) કેસમાં મની લોન્ડરિંગ વિરોધી કાયદા (PMLA) હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDની જયપુર ઝોનલ ઓફિસે કંપનીના પ્રમોટર ભારત રાજ પુન્જ (Bharat Raj Punj) અને અન્ય સામે કડક વલણ અપનાવી કુલ રૂ. 112.90 કરોડની જંગમ અને સ્થાવર મિલકતો જપ્ત કરી છે.

