Modasa: સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીને માર્યો ઢોર માર, પેપર ચોરીની શંકાએ આચાર્યએ ગુજાર્યો અત્યાચાર
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં શિસ્તના નામે વિદ્યાર્થીને આપવામાં આવેલી ક્રૂર સજાએ સૌને હચમચાવી દીધા છે. પેપર લીક કરવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી પર કરવામાં આવેલા હુમલાએ શિક્ષણ સંસ્થાની ગરિમાને ખરડી છે. પ્લાસ્ટિકની પાઇપથી માર મારતા બાળક હોસ્પિટલ પહોંચ્યો છે, તો બીજી તરફ આચાર્ય પોતાની સફાઈમાં ચોરીના તર્ક રજૂ કરી રહ્યા છે.
Advertisement
Modasa School Vivd: અરવલ્લી (Aravalli) જિલ્લાના મોડાસા (Modasa) ખાતે આવેલી પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલ (Prarthana Global Sainik School) ફરી એકવાર વિવાદમાં આવી છે. શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને પેપર લીક (Paper Leak) કરવાના આક્ષેપ હેઠળ ઇનચાર્જ પ્રિન્સિપાલ હરેશ પટેલ દ્વારા નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાએ વાલીઓમાં ભારે આક્રોશ ફેલાવી દીધો છે.

