Navsari Flood Situation: નવસારીમાં પૂરનો હાહાકાર, પૂર્ણા નદીના 27 ફૂટના રૌદ્ર સ્વરૂપે કાશીવાડીને બાનમાં લીધી
નવસારીમાં આકાશી આફતે સામાન્ય માણસના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે. પૂર્ણા નદીના ગાંડા થયેલા પાણી કાશીવાડી વિસ્તારના સેંકડો ઘરોમાં પેસી ગયા છે. વર્ષોથી ચાલી આવતી આ વિટંબણા વચ્ચે સ્થાનિકોની ધીરજ ખૂટી રહી છે અને તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે.
Advertisement
Navsari Flood Situation: નવસારી (Navsari) પંથકમાં મેઘરાજાએ અતિભારે વરસાદ વરસાવીને વિનાશ વેર્યો છે. ગત ૨૪ કલાકમાં નોંધાયેલા ૧૬ ઇંચ જેટલા ધોધમાર વરસાદને પગલે પૂર્ણા નદી (Purna River) ગાંડીતૂર બની છે. નદીની જળસપાટી 27 ફૂટના ભયજનક સ્તર પર પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેમાં કાશીવાડી (Kashivadi) વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે.

